Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

‘અગલે બરસ તુમ જલ્દી આના’ નાદ સાથે આણંદ જિલ્લામાં વિઘ્નહર્તાનું ઠેર-ઠેર વિસર્જન કરાયું

આણંદ ગણેશ વિસર્જન

૧૦ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણેશજીએ વિદાય લીધી

આણંદ : દૂંદાળા દેવનું ૧૦ દિવસ સુધી પૂજન અર્ચન કરાયા બાદ અનંત ચૌદસના દિને એટલે કે આજે શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે વિસર્જન કરાયું છે. ગણેશ ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી ઢોલ, નગારા, શંખનાદ અને ડીજેના સૂરો વચ્ચે આણંદ જિલ્લામાં બાપ્પાનું વિસર્જન કરાયું છે. ક્યાંક ઘરે તો ક્યાંક નદીઓ, તળાવો અને કેનાલોના પાણીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાયું છે. મોડી સાંજ સુધી આ વિસર્જનનો ધમધમાટ સમગ્ર જિલ્લામાં જોવા મળ્યો હતો.

સમગ્ર જિલ્લામાં આસ્થા સાથે સ્થાપેલી ગણેશજીની મૂર્તિનું આજે ભક્તિભાવ સાથે વિસર્જન કરાયું છે. વિસર્જન દિવસ પહેલા બાપ્પાને અન્નકૂટનો ભોગ લગાવાયો હતો. જે બાદ ભક્તિભાવ પૂર્વક ગણેશ આરતી ઉતારી અને રવિવારે અનંત ચૌદસના દિને વિસર્જન કરાયું છે. રવિવારે બપોર બાદ ધીમી ધારે ભક્તો ગણેશજીની મૂર્તિ લઈ વિસર્જન માટે આવતાં જોવા મળ્યા હતા.

આ વખતે તંત્ર દ્વારા પણ ફાયરબ્રિગેડની ટીમ સહિત પોલીસનો ચાંપતો બંદોબસ્ત સ્થળ પર જોવા મળ્યો હતો.

Other News : આણંદ જિલ્લામાં તા.૧૭મીના રોજ એક જ દિવસમાં ૮૧,૩૦૮ નાગરિકોને વેકસીન અપાઈ : વાંચો વિગત

Related posts

દર્શન કરવા ઇચ્છતા દરેક ભક્તએ મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું થયું ફરજીયાત…

Charotar Sandesh

કરમસદ ખાતેની કૃષ્ણ ફાઈનાન્સ પેઢીમાં રોકાણ કરનાર નાગરિકો વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે

Charotar Sandesh

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું…!!

Charotar Sandesh