Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ

World Book Day: અમે, પુસ્તકો અને અમારો પ્રેમ

યુનેસ્કો ભલે દર વર્ષે 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઊજવતું હોયપરંતુ જેઓ પુસ્તકોને ચાહે છે કેજેઓ દિવસમાં ઓછામાં ઓછો એક કલાક પણ પુસ્તકોની સંગત માણે છે એવા લોકો તો પ્રત્યેક દિવસે પુસ્તક દિવસ ઊજવતા હોય છેએવા લોકોએ પુસ્તકો માટેના કોઈ વિશેષ દિવસની રાહ નથી જોવી પડતી. અરે… અરે… પણ એવા લોકો એટલે કેવા લોકોએ લોકો એટલે કોણ?

આ લેખ પૂરતીએવા લોકોની ઓળખાણ આપવાની હોય તો હું કહીશ કેએ લોકો એટલે ગુજરાતના નામી અને લોકપ્રિય લેખકો અને પત્રકારોજેમના શબ્દોમાં કંઈક જાદુ છેએમના વિચારોનું આગવું મૂલ્ય છે અને એમણે લખેલા લેખો કે કવિતાઓનો બુલંદ પ્રભાવ છેઆ લોકો એમના દિવસનો મોટા ભાગનો સમય શબ્દોની વચ્ચેપુસ્તકોની વચ્ચે વિતાવે છે અને ખૂબ વાંચેવિચારે છેઆવા સમયે ભાવક તરીકે કે એમના ચાહક તરીકે એમ થાય કે આપણા પ્રિય લેખકોને એમનાં પુસ્તકો પ્રત્યે કેવો લગાવ હશેકે એમની પર્સનલ લાઇબ્રેરીમાં પુસ્તકો કેટલાં હશેતેઓ એમનાં પુસ્તકો કોઈને વાંચવા આપતા હશે ખરાઅને જો વાંચવા આપતા હોય અને એમનું પુસ્તક પરત નહીં આવે અથવા ગેરવલ્લે થાય તોઆવા સમયે તેઓ શું કરતા હશે?

ખેરઆજે વર્લ્ડ બુક ડેના દિવસ માટે આપણી ભાષાના છ લોકપ્રિય લેખકોએ ‘khabarchhe.com’ને ખાસ મુલાકાત આપી હતી અને એમનાં પુસ્તકો વિશે કે પુસ્તકો માટેના એમના પ્રેમ વિશે કેટલીક રસપ્રદ વાતો કરી હતીઆ બધી મુલાકાતોને એક સાથે પ્રકાશિત કરવાની હોવાથી આજે ઘણા વખતે એક પ્રયોગ કરવામાં આવ્યો છે અને દરેક સવાલની નીચે કુલ છ જવાબ પ્રકાશિત કરવામાં આવ્યા છેઆ મુલાકાતો પ્રકાશિત કરતી વખતે ડિજિટલ માધ્યમની થોડી મર્યાદાઓ નડી રહી છે એટલે કદાચ આ મુલાકાત થોડી લાંબી લાગી શકે છે પરંતુ એક વાત દાવાપૂર્વક કહી શકાય કેઆટલું લાંબું લખાણ વાંચ્યા પછી પણ વાચક કંટાળવાનો નથીકારણ કે લંબાણની સાથે અહીં ઉંડાણ પણ છેતો ચાલો એક ગોતાખોરી કરીએ આ સવાલજવાબોમાં

પ્રશ્નઃ પુસ્તક સાથે પહેલી વાર દોસ્તી ક્યારે બંધાયેલી?

(કૃષ્ણકાંત ઉનડકટ)

મને દોસ્તી વિશેની સમજણ પડી એ પહેલાં મને પુસ્તક સાથે દોસ્તી બંધાઈ ગયેલીકારણ કેદોસ્તી શું છે કે દોસ્તી 

કોને કહેવાય એની સમજણ જ મને પુસ્તકો પાસેથી મળી છેનાના હતા ત્યારે જ્યારે મારાં ભાઈબહેન રમવા જતાં ત્યારે પણ હું મારાં પુસ્તકોની દુનિયામાં ખોવાયેલો રહેતો.

(સૌરભ શાહ)

મારી માલિકીનું પહેલવહેલું પુસ્તક મૂળશંકર મોભટ્ટે ટ્રાન્સલેટ કરેલું જુલે વર્નનું સાહસિકોની સૃષ્ટિ‘. મારી દસમી વર્ષગાંઠે મારા પપ્પાના કઝીન સંજયભાઈએ મને ભેટ આપેલું આ પુસ્તકહું તે વખતે ઑલરેડી રમકડું‘ વગેરે મેગેઝિનો અને બકોર પટેલછકોમકોનાં પુસ્તકો વાંચતો થઈ ગયો હોવા છતાંબે વર્ષ પછી – સાતમા ધોરણના વેકેશનમાં વાંચ્યુંકેમએના ટાઇપ બહુ ઝીણા હતા!

(જય વસાવડા)

પુસ્તકો સાથે તો નાનપણમાં જ દોસ્તી બંધાઈ ગયેલીમારાં મમ્મીપપ્પાએ મને ઘરે ભણાવવાનો નિર્ણય કરેલો ત્યારે એમણે બીજો નિર્ણય એ કરેલો કેતેઓ મારા માટે રોજનું એક નવું પુસ્તક ખરીદીને લાવશે અને એ રીતે મેં ઘણાં પુસ્તકો વાંચેલાંમેં પોતે ખરીદેલા પહેલા પુસ્તકની વાત કરું તો 1979માં અમદાવાદમાં ‘બાળનગરી’ ભરાયેલી ત્યારે મેં અનડા પ્રકાશનનું ‘ઉંદરોની મિજબાની’ નામનું પુસ્તક ખરીદેલું.

Related posts

Article : વરસાદની ભાષા સમજતો માણસ જીવનમાં ક્યારેય ભૂલો પડતો નથી…

Charotar Sandesh

Gujarat : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : 23-10-2024

Charotar Sandesh

વિશ્વમાં એવું કોઈ બીજું બખ્તર નથી કે જે પિતાની હાજરી ને અતિક્રમી શકે છે…

Charotar Sandesh