મુંબઈ : હાલ કોરોનાવાઈરસને લીધે દેશની કપરી સ્થિતિ જોઈને અજય દેવગણ એકવાર ફરીથી મદદ માટે આગળ આવ્યો છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસ અને ઓછા સાધનો વચ્ચે અજયે મુંબઈના શિવાજી પાર્કમાં ૨૦ ICU બેડની વ્યવસ્થા કરી છે. જેથી અહીં કોરોના દર્દીઓ સારવાર કરાવી શકે. ગયા વર્ષે પણ એક્ટરે ધારાવીમાં સારવાર કરાવી રહેલા દર્દીઓ માટે વેન્ટિલેટર ડોનેટ કર્યા હતા.
અજયે BMCને આશરે ૧ કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે જેથી ૨૦ બેડની ઈમર્જન્સી હોસ્પિટલ બની શકે. અક્ષય ઉપરાંત ભૂમિ પેડનેકર, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ કોવિડ વોરિયર્સની મદદ માટે આગળ આવ્યા છે.
અક્ષય કુમાર અને તેની પત્ની ટિ્વન્કલ ખન્નાએ ૧૦૦ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. આ વાતની જાણકારી ટિ્વન્કલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. કોરોના મહામારીની બીજી લહેરમાં પણ સુપરસ્ટાર અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો. તેણે ક્રિકેટરમાંથી પોલિટિશિયન બનેલા ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં ૧ કરોડ રૂપિયા દાન કર્યા હતા. જેથી જરૂરિયાતમંદ કોરોના દર્દીઓની મદદ કરી શકાય. શનિવારે આ જાણકારી ગૌતમે સો.મીડિયા પર શેર કરી.
ગૌતમે લખ્યું, આ નિરાશામાં દરેક મદદ એક આશાનું કિરણ બનીને આવે છે. જરૂરિયાતમંદ માટે ભોજન, દવાઓ અને ઓક્સિજન માટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અક્ષય કુમાર. ભગવાન તમારું ભલું કરે.