રાહુલ ગાંધીએ પણ ટિ્વટ કરી એસપીજી સુરક્ષા વ્યવસ્થાનો આભાર વ્યક્ત કર્યો…
ન્યુ દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એસપીજી પ્રમુખ અરુણ સિન્હાને પત્ર લખીને અત્યાર સુધીની સુરક્ષા વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું હતું કે, હું સંપૂર્ણ પરિવાર તરફથી એસપીજીનો આભાર વ્યક્ત કરું છું. જે રીતે એસપીજીએ સમર્પણ, વિવેક અને વ્યક્તિગત રીતે અમારી સુરક્ષા કરી, જેની અમે સહઆભાર પ્રશંસા કરીએ છીએ.
નોંધનીય છે કે, ગૃહ મંત્રાલય દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવી લેવાનો નિર્ણય લીધો હતો. નિર્ણય પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા એસપીજી જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સરકાર દ્વારા નિર્ણયની જાહેરાતના થોડા જ સમયમાં રાહુલે ટિ્વટ કરી હતી કે, એસપીજીના મારા ભાઇ-બહેનોનો ખૂબ જ ધન્યવાદ. આટલા વર્ષોથી તેમણે મારી અને મારા પરિવારની સુરક્ષા માટે દિવસ-રાત કામ કર્યું. આપની પ્રતિબદ્ધતા માટે આભાર. તમારા તરફથી સતત સમર્થન મળ્યું. આ સફર ખૂબ જ પ્રેમભર્યો હતો. તેમણે લખ્યું કે આ ખૂબ જ સન્માનની વાત છે. તામારા ભવિષ્ય માટે શુભકામનાઓ.