Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં દર કલાકે ૧૨૦૦૦ વિમાનો આકાશમાં ઉડાન ભરે છે..!!

USA : ભારતમાં તહેવારો વખતે ટ્રેનો અને બસોમાં ભારે ભીડ જોવા મળે છે અને વિમાનોની ટિકિટો પણ મોંઘી થઈ જાય છે. અમેરિકામાં પણ ક્રિસમસના તહેવારના પગલે આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમેરિકાના એરપોર્ટ પર આપણે ત્યાં બસ ડેપો પર હોય તેવી ભીડ જોવા મળી રહી છે. લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરી રહ્યા છે ત્યારે અમેરિકામાં ૧૬ વર્ષમાં પહેલી વખત એવુ થયુ છે કે, ૨૨૪ થી ૨૬ ડિસેમ્બર વચ્ચે ૭૦ લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી છે.

અમેરિકાના એક સંગઠનના કહેવા પ્રમાણે હાલમાં અમેરિકામાં દર કલાકે ૧૨૦૦૦ વિમાનો આકાશમાં ઉડાન ભરી રહ્યા છે. ૧ જાન્યુઆરી સુધી આ સ્થિતિ રહેશે. ગયા વર્ષ કરતા આ વખતે ફ્લાઈટની સંખ્યામાં ૪.૯ ટકા સુધીનો વધારો થયો છે. અમેરિકાના ઉપમહાદ્વીપમાં ૧૦ કરોડ લોકો ૧ જાન્યુઆરી સુધી રજાઓ સેલિબ્રેટ કરશે.

જ્યારે ૩૯ લાખ લોકો કાર મુસાફરી કરશે. જે ગયા વર્ષ કરતા ૩.૯ ટકા વધારે છે.બીજા ૩૮ લાખ લોકો ટ્રેન,બસ અને ક્રુઝની મુસાફરી કરશે. જે ગયા વર્ષ કરતા ૩ ટકા વધારે છે.

  • Naren Patel

Related posts

અમેરિકા : ટેકસાસના પાર્કમાં થઈ અંધાધૂંધ ગોળીબાર, ૧નુ મોત, ૬ ઘાયલ…

Charotar Sandesh

અમેરિકાની સરકાર અને ૪૮ રાજ્યોએ ફેસબુકની વિરુદ્ધ દાખલ કર્યો કેસ…

Charotar Sandesh

કોરોના વાયરસ રસી પહેલાં આપોઆપ ખત્મ થઇ શકે : WHOના ડાયરેક્ટરનો દાવો…

Charotar Sandesh