USA : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનનો આરંભ થઇ ચૂક્યો છે. આ માટે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને વર્જીનિયામાં મતદાન શરુ થયું છે. અત્યાર સુધીના મતદાન દિવસના પહેલા જ લાખો લોકોએ મેલ અને બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યા હતા. બેલેટ થકી અત્યાર સુધી નવ કરોડ ત્રીસ લાખ લોકો મતદાન કરી ચૂક્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિને નેશનલ પોપુલર વોટ દ્વારા 538 સભ્યોની ઇલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. જેમાં દરેક ઉમેદવારે જીત માટે 270ની બહુમતી જોઇએ. અહીંની ચૂંટણી પદ્ધતિ મુજબ દરેક રાજ્યમાં નક્કી કરેલ ચૂંટણી પ્રધાન હોય છે. જેમ કે કેલિફોર્નિયામાં 55 ચૂંટણી પ્રતિનિધિ નક્કી છે. અહીં જેને મહત્તમ વોટ મળશે તેના ભાગે તમામ ઇલેક્ટોરલ કોલેજ માનવામાં આવશે.
- Nilesh Patel