Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલમાં કોઇ ખેલાડી ક્રિઝ છોડશે તો માંકડ રીતે આઉટ કરીશ : અશ્વિન

ચેન્નાઇ : ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્‌વીટર પર ફેન્સનાં સવાલોનાં જવાબ આપ્યા હતા. જેમાં તેણે કહ્યું કે, આગામી આઈપીએલમાં જો કોઈ બેટ્‌સમેન ક્રીઝની બહાર નીકળશે તો તે ફરી ‘માંકડ’ની જેમ તેને આઉટ કરશે. ગત આઈપીએલ સિઝનમાં અશ્વિને આ જ રીતે ક્રીઝની બહાર નીકળેલાં બેટ્‌સમેનને આઉટ કર્યો હતો. જે બાદ તેની ભારે ટીકા થઈ હતી.

અનુભવી ઓફ સ્પિનર અશ્વિને સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સને સવાલો પૂછવા માટે આમંત્રિત કર્યા હતા. જેમાં એક ફેને અશ્વિનને પુછ્યું કે, એવો કયો બેટ્‌સમેન છે, જેને આ આઈપીએલમાં તમે માંકડ કરી શકો છો? અશ્વિને આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, કોઈપણ, જે પણ ક્રીઝની બહાર નીકળશે. અશ્વિને ગત વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માંકડ પ્રકારે રન આઉટ કર્યો હતો.

૨૦૧૯માં આઈપીએલ સિઝન સમયે રાજસ્થાન રોયલ્સનો જોસ બટલર નોન સ્ટ્રાઈકર્સ એન્ડ પર પોતાની ક્રીઝ છોડીને આગળ ઉભો હતો. તે જ સમયે બોલિંગ કરવા આગળ આવી રહેલાં અશ્વિને બોલિંગ છોડી બટલરને સ્ટમ્પ આઉટ કર્યો હતો. અશ્વિનને આ રીતે સ્ટમ્પ આઉટ કરતાં લોકોએ તેની ભારે ટીકા કરી હતી. પણ અશ્વિને કહ્યું કે. મેં જે કર્યું એ નિયમ હેઠળ જ કર્યું છે. અને આ સમયે પણ ફેન્સના સવાલનો જવાબ આપતાં અશ્વિને કહ્યું કે, હું ફરીથી આ રીતે સ્ટમ્પ આઉટ કરતાં પાછળ નહીં પડું.

Related posts

ટેસ્ટ ક્રિકેટ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની જરૂર હતી : વિરાટ કોહલી

Charotar Sandesh

વિરાટ કોહલીના બચાવમાં આવ્યો વિરેન્દ્ર સેહવાગ, કહ્યું કે એકલો કેપ્ટન શું કરી શકે?

Charotar Sandesh

કોહલી ટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર…

Charotar Sandesh