અનલોક-૩માં પણ મહામારીનો કહેર યથાવત્…
આણંદ : અનલોક-૨માં સમગ્ર આણંદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધ્યો હતો ત્યારે અનલોક-૩માં પણ કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે અને અનલોક-૩ના પ્રથમ ચાર દિવસ દરમ્યાન પણ જિલ્લામાં સરેરાશ ૧૦ જેટલા નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે જિલ્લા વધે ૯ કોરોનાના નવા પોઝીટીવ કેસ મળી આવ્યા છે. આણંદ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકા મથકોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસે પગપેસારો કરતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
જીલ્લામાં કુલ આંકડો ૫૪૨ ઉપર પહોંચી છે, જે પૈકી ૪૩૨ દર્દીઓ સ્વસ્થ થયા, જ્યારે ૭૫ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે…
આજે નોંધાયેલ કેસોમાં (૧) શંકરભાઈ સી. ચુનારા ઉ.વ. ૫૬ રહે. ફતેહ દરવાજા ફુલકુવા ખંભાત, (ર) મંજુલાબેન વીનુભાઈ પટેલ ઉ.વ. ૬૦ રહે. વાસણા સ્વામીનારાયણ સોસાયટી તા. ખંભાત, (૩) રંગીતસિંહ જાદવ ઉ.વ. ૩૫ રહે. વડ તલાવ સારોલ તા. બોરસદ, (૪) મફતભાઈ એમ. પારેખ ઉ.વ. ૬૬ રહે. ભરોડા તા. ઉમરેઠ, (પ) મનુભાઈ રામજીભાઈ પટેલ ઉ.વ. ૬૫ રહે. જેસરવા તા. પેટલાદ, (૬) સચીનકુમાર નરેન્દ્રભાઈ વ્યાસ ઉ.વ. ૩૯ રહે. સુર્યવંશી સોસાયટી વલ્લભ વિદ્યાનગર, (૭) ચીમનભાઈ ડાહ્યાભાઈ પટેલ ઉ.વ. ૮૧ રહે. શ્રીરામ કુટીર પ્રોફેસર સોસાયટી પાસે વલ્લભ વિદ્યાનગર, (૮) દૌલતરામ કલ્યાણી ઉ.વ. ૬૭ રહે. કુરીયન હાઉસ પાસે સિવિલ કોર્ટ પાછળ આણંદ, (૯) શકુન્તલા આર. દેસાઈ ઉ.વ. ૮૪ રહે. સ્વામીનારાયણ સોસાયટી સરદાર ગંજ પાછળ આણંદ નોઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે ખસેડાયા છે. જે સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૫૪૨ ઉપર પહોંચી છે. જે પૈકી ૪૩૨ દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ૭૫ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. જે બાદ નગરપાલિકા અને ગ્રામ પંચાયતની જુદી જુદી ટીમો દ્વારા દર્દીના મકાન અને આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈનમેન્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.