આણંદ જિલ્લા સહિત રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો…
આણંદ : આણંદ જિલ્લામાં કોરોેના સંક્રમિત સંખ્યામાં વધુ બે કેસો સામે આવ્યા છે, જેઓ હાડગુડ ગામના જ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેથી આણંદ જિલ્લામાં કોરોનાગ્રસ્તની સંખ્યા કુલ ૪ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ તાલુકાના હાડગુડ ગામમાં અગાઉ ૪૫ વર્ષના ગેરેજના ધંધાર્થી કોરોના સંક્રમિત થયો હતો, જે બાદ અન્ય બે કેસો તેમના જ મિત્રોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેમાં (૧) રહીશખાન યાસીદખાન પઠાણ, ઉ.વ. ૪૮, રહે. રજાનગર સોસાયટી, હાડગુડ અને (ર) મહેબુબઅલી સૈયદ, ઉ.વ. ૪૫ રહે. વાલ્મી રોડ હાડગુડ નાઓ હોવાનું રિપોર્ટમાં બહાર આવેલ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો. જેથી સરકાર દ્વારા તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ કોરોના માટે અનામત રાખવા સહિતના પગલા ભરવા સૂચના આપી હતી. દરમ્યાન આજે સવારે આણંદમાં બીજા બે કેસો પોઝીટીવ આવતાં જિલ્લાનું વહીવટી અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને જણાવાયું છે કે, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેેવાની જરૂર છે.