ફ્રાન્સમાં મૃત્યુઆંક ૭૯એ પહોંચ્યો તો ઇટાલીમાં કુલ ૧૨૬૬ લોકોના મોત…
વેટિકન સિટી : ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે ૨૪ કલાકની અંદર ઈટાલીમાં ૨૫૦ લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે.
ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે.
ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસની લપેટમાં આવેલા ૧૮ લોકોના મોત નિપજતા મૃત્યુઆંક વધીને ૭૯ સુધી પહોંચ ગયો છે. યુરોપમાં ઈટાલી ઉપરાંત સ્પેનમાં ૧૨૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૪૩૩૪ લોકો સંક્રમિત મળી આવ્યા છે. યુકેમાં કોરોનાના કારણે ૧૦ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૭૯૮ લોકો સંક્રમિત છે. આ ઉપરાંત જર્મનીમાં આઠ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આશરે ૩૬૭૫ લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે.
કોરોના વાયરસની બિમારીને પ્રસરતી અટકાવવા માટે ઈટાલીના રોમમાં આવેલા કેથોલિક ચર્ચો બંધ કરી દેવામાં આવ્યા છે. આ બિમારીને કારણે ઈટાલીમાં ૧૨૬૬ લોકોના મોત થયાં છે. ઈટાલીમાં ૧૭૬૬૦ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે જેમાં શુક્રવારના રોજ ૨૫૪૭ લોકોનો વધારો નોંધાયો છે.