મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો…
ગાંધીનગર : બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા અનેક નિર્ણયો કરવામાં આવ્યા હતા. પરંતુ સૌથી મોટો નિર્ણય ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતી વીજળીને લઇ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખેડૂતો ખુબ જ ખુશખુશાલ થઇ ગયા છે. આજે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને કારણે કેબિનેટની બેઠક મોડી યોજાઇ હતી. અયોધ્યાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ બેઠક યોજવામાં આવી હતી.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામા ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. જેમા તમામ નેતા અને અધિકારીઓ માસ્ક પહેરેલ જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ખેડૂતોને ખશખબર આપ્યા છે. હવે સિંચાઈ માટેની વીજળી ખેડૂતોને ૧૦ કલાક સુધી મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આથી લાભ થશે. ૭ ઓગસ્ટથી વીજળી ૧૦ કલાક આપવાનો સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
હાલમાં ચોમાસું ખેંચાતા અને વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને વરસાદ નહી વરસતા તેમને પોતાનો પાક ગુમાવવો પડે અને મોટુ નુક્શાન થવાની સંભાવનાઓ છે, ત્યારે આ નિર્ણયથી ખેડૂતોના ચહેરા પર હર્ષની લાગણી છવાઇ છે. આ નિર્ણયથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો ખુશ થઇ ગયા છે.