મુંબઇ : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને ચાર મહિનીથી વધારે સમય થઈ ચૂક્યો છે. એમ્સ રિપોર્ટમાં આમ તો તમામ અટકળો ઉપર બ્રેક લગાવી દીધી છે. પરંતુ તો પણ અભિનેતાના ચાહકો હજુ પણ સીબીઆઇના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. કહેવા માટે તો હત્યાનો એંગલ હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. પરંતુ હજુ પણ સુશાંતના પરિવારને આ એક ષડયંત્ર જ લાગી રહ્યુ છે. તે નવી ફોરેન્સિક ટીમ બનાવવાની માગ કરી રહ્યા છે.
આ તમામ વિવાદો વચ્ચે ઋત્વિક રોશનની માં પિંકી રોશનએ એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા ઉપર સુશાંતનો એક ફોટો શેર કરી એક એવુ નિવેદન આપ્યું છે જે હાલ ચર્ચામાં છે. પિંકી રોશનએ સુશાંત કેસ ઉપર ટિપ્પણી કરતા કહ્યું કે, સત્ય દરેકને જાણવુ છે. પરંતુ સાચું કોઈને નથી બનવું. તેમનું કહેવુ કેટલાક પ્રકારના સવાલો ઉભા કરી રહ્યા છે. તે કોના પર નિશાન સાધી રહી છે. કોણ સાચુ નથી બોલી રહ્યું ? પિંકીની તરફથી આ સવાલો ઉપર કોઈ નક્કર નિવેદન નથી આપવામાં આવ્યું. આમ તો પિંકી રોશને પોતાની પોસ્ટમાં #universeispowerful, #prayersarepowerful જેવા હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે. હવે એક બાજુ તે ન્યાયની વાત કરી રહી છે. તો બીજી તરફ અનેક સવાલો પણ ઉભા કરી રહી છે. એવામાં આ તેની પોસ્ટ દરેકને વિચાર માટે મજબૂર કરી રહી છે.