Charotar Sandesh
બોલિવૂડ

કાર્તિક આર્યને કોરોના વાયરસ પર રૈપ સોંગ બનાવ્યું…

મુંબઇ : કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશને ૨૧ દિવસો માટે સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં આપ્યો. બોલિવુડ સેલેબ્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં જ બોલિવુડ એક્ટર કાર્તિક આર્યનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર્તિક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે રૈપ ગાઈ રહ્યો છે.

આ વીડિયોમાં કાર્તિક આર્યન ગીત ગાઈને પાર્ટી ન કરવા, લોકોને ન મળવા અને સતત હાથ ધોતા રહેવાની સલાહ આપી રહ્યો છે. વીડિયોમાં કાર્તિક આર્યન વિવિધ કાળજી રાખવાની સલાહ આપવાની સાથે જ ઘરમાં કામ કરવા માટે કહી રહ્યો છે. વીડિયોને શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું, જ્યાં સુધી ઘરે નહીં બેસશો. હું યાદ અપાવતો રહીશ. કોરોના સ્ટોપ કરો ના. ઈન્ટરનેટ પર કાર્તિક આર્યનના આ વીડિયો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related posts

સોનુ સુદને મળવા તેમનો ફેન વેંકટેશ હૈદરાબાદથી ખુલ્લા પગે ચાલતો મુંબઈ પહોંચ્યો…

Charotar Sandesh

દીપિકાને ટ્રોલરે અપશબ્દ કહેતા અભિનેત્રીએ સ્ક્રીન શોટ મૂકી આપ્યો જડબાતોડ જવાબ…

Charotar Sandesh

ચલો ઇન્ડિયા વાળી દિવાળી મનાવીએ : રાજકુમાર રાવ

Charotar Sandesh