Charotar Sandesh
ઈન્ડિયા

કેરળ બાદ હિમાચલ પ્રદેશમાં હેવાનિયત : ગર્ભવતી ગાયને જીવતો બોમ્બ ખવડાવ્યો…

શું ખરેખર માનવરી મરી પરવારી છે….??

બિલાસપુર : કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીના વિસ્ફોટ ખાવાથી મોત થયા બાદ હિમાચલ પ્રદેશથી પણ આવા જ રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ જીવતો બોમ્બ બનાવીને ખવડાવી દીધો, તેના લીધે ગાય બહુ ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ છે.
ગાયના માલિકે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકયો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ કેસના સંબંધમાં કેસ નોંધ્યો છે. આખા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. લોકોમાં આ ઘટના બાદથી ખૂબ જ આક્રોશ છે.
આની પહેલાં મલ્લપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીને શરારતી તત્વોએ અનાનસમાં ફટાકડા ભરીને ખવડાવી દીધા હતા, ત્યારબાદ તેનું મોં અને જડબું ગંભીર રીતે ઘાયલ થયુ હતું. ઘાયલ હાથણી વેલિયાર નદી પહોંચી અને ત્રણ દિવસ સુધી પાણીમાં મોં રાખી ઉભી રહી. ત્યારબાદ તેનું અને તેના ગર્ભમાં ઉછરી રહેલા મદનિયાનું મોત થઇ ગયું. આ ઘટના બાદ લોકોએ નારાજગી વ્યકત કરી હતી. કેરળ સરકાર આ કેસની તપાસ કરાવી રહ્યું છે.

Related posts

ઝાંબિયાના રાષ્ટ્રપતિ એડગર ચાગ્વા લૂંગૂએ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

Charotar Sandesh

KBC 11 માટે રજિસ્ટ્રેશન શરૂ, બીગ બીએ પૂછ્યો આ પહેલો સવાલ

Charotar Sandesh

દાઉદનુ ઘર નહીં તોડી શકનાર શિવસેનાએ કંગનાનુ ઘર તોડી પાડ્યુ : ફડણવીસ

Charotar Sandesh