ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત, હુમલાખોર ૧૫ વર્ષીય સગીર…
USA : લોસ એન્જલીસના ઉત્તરમાં આવેલી એક સ્કૂલમાં ગુરુવારે સવારે થયેલી ફાયરિંગની એક ઘટનામાં ૩ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાના પણ એહવાલ પ્રાપ્ત થયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપોટ્ર્સ પર સતત નજર રાખી રહ્યા છે.
કાઉન્ટી શેરિફ એલેક્સ વિલ્લાન્યૂએવાએ જણાવ્યું હતું કે, ફાયરિંગની આ ઘટના સેન્ટ ક્લેરિટામાં આવેલી સોગસ હાઇ સ્કૂલમાં બની હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, હુમલાખોર એશિયન મૂળનો ૧૫ વર્ષીય સગીર છે. ત્યાં જ હેનરી માયો હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણેય ઇજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરની પાસે ૦.૪૫ કેલિબરની પિસ્તોલ હતી. આ ગોળીબારમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની વય ૧૬ વર્ષ અને ૧૪ વર્ષ હોવાનું જણાયું છે. જો કે તેમના નામ જાહેર કરાયા નથી. અન્ડર શેરિફ ટિમ મુરાકામીએ વિદ્યાર્થીઓના માતા-પિતાઓની માફી માગતા જણાવ્યું હતું કે, તપાસ કર્તા પહેલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરશે ત્યારબાદ જ તેમને સ્કૂલમાંથી જવા દેવામાં આવશે.
- Nilesh Patel