USA : દક્ષિણ કેલિફોર્નિયાના પ્રસિધ્ધ ઑરેન્જ કાઉઅન્ટીના પ્રસિધ્ધ શહેર અર્વાઈન ખાતે આવેલ શ્રીનાથજી હવેલી ખાતે દેવઊઠી એકાદશીના રોજ તુલશી વિવાહનો કાર્યક્રમ સંપન્ન થયો.
હવેલીના મુખ્યાજી શ્રી પંકજભાઈ વ્યાસ તથા મુખ્યાણીજી નેહાબેન વ્યાસ દ્વારા ભગવાન શ્રી કૄષ્ણના તુલશીજી સાથે વિવાહની કાર્યવાણી શુશોભિત મંડપમાં શરૂ થઈ હતી, ભાવિક વૈષ્ણવોએ લગ્નગીતો ગાઈ ને ઉત્સવને વધાવ્યો હતો. શેરડીના સાંઠા ઓથી શુશોભિત મંડપમાં લગ્ન વિધિ આટોપાઈ હતી. વિવાહના અંતે શયન આરતી બાદ પેંડા તથા સૂકા મેવા અને પંચામૃત પ્રસાદ લઈ સૌ વૈષ્ણવો વિસર્જિત થયા હતા.
– Yash Patel