Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ જીતશે તો આસામમાં સીએએ લાગુ નહિ થાય : રાહુલ ગાંધી

નાગપુરમાં પેદા થયેલી શક્તિ આખા દેશને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે…

ગૌહાટી : આસામ વિધાનસભા ચૂંટણીને જોતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના કૉલેજના બાળકો સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલે કહ્યું કે, કૉંગ્રેસએ ખાતરી કરશે કે રાજ્યમાં નાગરિકતા કાયદો લાગુ ના થાય. દિબ્રુગઢમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તમને લાગે છે કે લોકશાહીમાં પડતી આવી રહી છે? યુવાઓ બેરોજગાર છે, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ઝ્રછછ છે. જો તેઓ કેન્દ્ર સરકારમાં છે તો લોકોને તેમની સંસ્કૃતિ, ભાષા ભૂલવા માટે ના કહી શકે. નાગપુરમાં પેદા થયેલી એક શક્તિ આખા દેશને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “લોકશાહીનો અર્થ છે- આસામનો અવાજ, આસામ પર રાજ કરે. જો આપણે વિદ્યાર્થીઓને સામેલ નથી કરતા તો કોઈ લોકશાહી ના હોઈ શકે. યુવાઓએ સક્રિય રીતે રાજનીતિમાં ભાગ લેવો જોઇએ અને આસામ માટે લડવું જોઇએ. તમારે પથ્થરો, લાકડીઓથી નહીં, પ્રેમથી લડવું પડશે.” કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૉલેજના વિદ્યાર્થીઓને કહ્યું કે, ભાજપ લોકોમાં ભાગલા પાડવા માટે નફરત ફેલાવે છે.
વાયનાડ સાંસદે કહ્યું કે, “જે એરપોર્ટના મુદ્દે થઈ રહ્યું છે. એ જ ચાના બાગને લઇને પણ થઈ રહ્યું છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે આસામને સુરક્ષા આપી હતી. હજારો-કરોડો રૂપિયાના સ્પેશિયલ પેકેજ, ઇન્વેસ્ટમેન્ટ પોલિસી જેમાં કોઈ પણ જો ઇન્વેસ્ટ કરવા ઇચ્છે છે તો તેને અમે સબસિડી આપતા હતા. તેને રદ્દ કરી દેવામાં આવી.” રાહુલ ગાંધીએ કહ્યું કે, “તમારી વચ્ચે ભાગલા પાડવામાં આવી રહ્યા છે. એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવીને. એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે લડાવીને.”
રાહુલ ગાંધીએ કહ્યું કે, “પછી જે તમારું છે એ તમારી પાસેથી છીનવીને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને આપવામાં આવી રહ્યું છે. ભારતમાં અલગ-અલગ ભાષાઓ છે, જેમકે તમિલનાડુમાં તમિલ, બંગાળમાં બાંગ્લા છે, આ ભાષાઓ, ધર્મો અને લોકોની વચ્ચે જે ખુલ્લી વાતચીત થાય છે તેને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ.

Related posts

છેલ્લા ૧૮ દિવસમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા…

Charotar Sandesh

કેરળમાં હુમલાની સાજિશ કરનારની ધરપકડ, શ્રીલંકા હુમલાના માસ્ટરમાઈન્ડથી હતો પ્રેરિત

Charotar Sandesh

વેક્સિન ક્યારે આવશે તેના સમય અંગે કંઇ કહી ન શકાય : વડાપ્રધાન મોદી

Charotar Sandesh