Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના બ્લાસ્ટ : ૨૪ કલાકમાં વિક્રમજનક ૮૧૩૪ કેસો, ૨૬૫ના મોત…

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧,૭૩,૪૯૧,મૃત્યુઆંક ૪૯૮૦એ પહોંચ્યો…

પહેલી વખત દેશમાં જેટલા દર્દી વધ્યા તેનાથી દોઢ ગણા સાજા થયા,૮૨૩૭૦ એક્ટિવ કેસ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૬૪ લોકો સ્વસ્થ્ય થયા, રિકવરી રેટ વધીને ૪૭% થયો,કુલ ૮૨,૩૭૦ લોકો કોરોના મુક્ત થયા…

શું આ કોમ્યુનિટી સંક્રમણનો અતિ ખતરનાક તબક્કો તો નથી ને? ચર્ચાતો સવાલ…

ન્યુ દિલ્હી : દેશમાં એક તરફ લોકડાઉન-૪માં વધારો કરવાની તૈયારીઓ સાથે જાણે એકાએક કોરોના વાઇરસનો બોંબ ફૂટ્યો હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં ૮,૧૩૪ કેસો બહાર આવતાં હાહાકાર મચી ગયો હતો. તેની સાથે છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨૬૫ દર્દીઓના મોત થયા છે. કેસો અને મોતનો આંકડો અત્યારસુધીમાં સૌથી વધારે છે. આવતીકાલ ૩૧ મેના રોજ લોકડાઉન-૪ની મુદત પૂરી થઇ રહી છે અને નવી ગાઇડલાઇન સાથે લોકડાઉન-૫ની જોહેરાતની પૂર્વ સંધ્યાએ જ કેસો અને મોતનો આંક ભયજનક માનવામાં આવી રહ્યાં છે. લોકડાઉન ખુલવાના સમયે જ કેસો વધારે બહાર આવતા હોવાની પણ એક પેટર્ન જોવા મળી રહી છે. દર્દીઓના કેસમાં ભારત દુનિયાના ૯મા નંબરે પહોંચી ગયું છે. હાલમાં અમેરિકા પહેલા સ્થાને છે. એશિયામાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત દેશ તરીકે ભારતની ગણના કરવામાં આવી રહી છે. જો કે ભારતમાં કોરોના રીકવરી રેટ વધીને ૪૭ ટકા સધી પહોંચી ગયો છે. દરમ્યાનમાં લોકડાઉનની વચ્ચે ભાજપે આજે મોદી સરકાર ૨.૦ના એક વર્ષની ઉજવણી લોકડાઉનના નિયમોના પાલન સાથે કરી હતી.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને રોકવા માટે ૨૫ માર્ચના રોજ લાગૂ કરાયેલા લોકડાઉન-૧ હવે લોકડાઉન-૫ એટલે કે પાંચમા તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે ત્યારે એકાએક કેસોની સંખ્યા વધી જતાં સત્તાવાળાઓ પણ ચિંતામાં મૂકાઇ ગયા હતા. શું આ કોમ્યુનિટી સંક્રમણનો અતિ ખતરનાક તબક્કો તો નથી ને? એવો સવાલ પણ પૂછાઇ રહ્યો હતો. આ તબક્કો સૌથી ભયાનક અને ચરમસીમા સમાન મનાય છે. જેમાં કોઇને પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.
સૂત્રોએ કહ્યું કે, વધેલા કેસોની સંખ્યા સાથે દેશભરમાં અત્યાર સુધી ૧,૭૩,૪૯૧ લોકો સંક્રમિત થયા છે અને ૪,૯૮૦ લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી ૮૨,૬૨૭ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૬૨,૨૨૮ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે અને ૨,૦૯૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૨૦,૨૪૬ લોકો સંક્રમિત થયા છે અને ૧૫૭ લોકોના મોત થયા છે.તો આ તરફ ૧૭,૩૮૬ દર્દીઓ સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. દિસ્હીમાં ૩૯૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૨૬૪ લોકો સાજા થયા છે,અને રિકવરી રેટ વધીને ૪૭% પર પહોંચ્યો છે.

ભારતમાં જો કે હવે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર ૪૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૨૬૪ લોકો સાજા થયા છે. જે સ્વસ્થ્ય થનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ સાજા થનાર દર્દીઓનો આ આંકડો વધીને ૮૨૩૬૯ સુધી પહોંચી ગયો છે.

જો કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૪૯૭૧ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના હવે ૮૨૩૭૦ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૬૨૨૨૮ કેસ નોંધાયા છે જ્યારે ૨૦૯૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં ૨૦૨૪૬ કેસ નોંધાયા છે જેમાંથી ૧૫૪ લોકોના મોત નિપજ્યા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૭૩૮૬ કેસ નોંધાયા છે જ્યારે ૩૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૬૯૦૧૧ લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી ૯૮૦ લોકોના મોત થયા છે.

ગઈ કાલે મહારાષ્ટ્રમાં ૨૬૮૨, દિલ્હીમાં ૧૧૦૫, તમિલનાડુમાં ૮૭૪, ગુજરાતમાં ૩૭૨, રાજસ્થાનમાં ૨૯૮ , પશ્વિમ બંગાળમાં ૨૭૭, ઉત્તરપ્રદેશમાં ૨૭૫, કર્ણાટકમાં ૨૪૮, હરિયાણામાં ૨૧૭, ઉત્તરાખંડમાં ૨૧૬, બિહારમાં ૧૭૪, જમ્મુ-કાશ્મીરમાં ૧૨૮ અને આસામમાં ૧૪૪ દર્દી મળ્યા હતા. રાજસ્થાનમાં સવારે ૧૦.૩૦ વાગ્યા સુધી કોરોનાના ૪૯ નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં આજે ૧૧૦૬ સંક્રમિત વધ્યા છે. એક દિવસમાં સંક્રમિતોનો આ સૌથી મોટો આંકડો છે.
ઉત્તરપ્રદેશમાં દરરોજ ૧૦ હજાર કોરોનાના ટેસ્ટ કરાવામાં આવી રહ્યા છે. મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે આ અંગેની માહિતી આપી હતી. અહીંયા કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૪૪ થઈ ગઈ છે
જ્યારે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ૧ જૂનથી મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા ખૂલશે, પણ ૧૦થી વધારે લોકોને ભેગા થવાની મંજૂરી નહી મળે ધાર્મિક સ્થળો પર સભાઓ પણ નહીં કરી શકે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લા હોસ્પિટલ તપાસ માટે ટ્રુનેટ ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. ટ્રુનેટ ટીબીની તપાસમાં ઉપયોગમાં લેવાતી ટેકનીતડ છે. જેનાથી એક કલાકમાં રિઝલ્ટ આવી જાય છે. કોરોનાના ટેસ્ટનું રિઝલ્ટ પણ એકથી બે કલાક વચ્ચે મળી જશે. આ ટેકનીકને ગોવાના મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ દ્વારા તૈયાર કરાઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી ૨૨ પોલીસકર્મીઓના મોત થયા છે. ૨૪ કલાકમાં ૧૩૦થી વધારે પોલીસકર્મી સંક્રમિત મળી આવ્યા છે. કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૨,૦૯૫ થઈ ગઈ છે. મધ્યપ્રદેશના સતનામાં ગુરુવારે મહારાષ્ટ્રથી બિહાર જઈ રહેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્‌વીટ કરીને સતના રેલવે અને સ્વાસ્થ્યકર્મીઓને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

મહારાષ્ટ્ર, પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ, સ્કૂલ-કોલેજ બંધ

Charotar Sandesh

ગેહલોત સંકટમાં : પાયલટને રાહત, સ્પીકરની નોટિસ પર હાઇકોર્ટની રોક…

Charotar Sandesh

‘જય શ્રીરામ’ ના નારા લાગતા ભડક્યા મમતા બેનર્જીઃ કહ્યુ, ચામડી ઉખાડી દઇશ…

Charotar Sandesh