છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૯૬ પોઝિટિવ કેસ અને ૩૫૭ લોકોના મોત…
ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું,છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૫૧ હજાર ૮૦૮ સેમ્પલની તપાસ,દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ ૧૫૦૦ દર્દી વધ્યા, રિકવરી રેટ ૩૭.૫૨% પર પહોંચ્યો
કોરોના સંક્રમિતોનનો આંકડો ૨૮૭૧૬૫ સુધી પહોંચ્યો, મૃત્યુઆંક ૮૧૦૨ને પાર,સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા ૧૪૧૦૨૯
ન્યુ દિલ્હી : દેશમાં અનલોક-૧માં આજે ગુરૂવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન અત્યારસુધીમાં સૌથી વધુ ૧૧૧૫૬ કેસો બહાર આવતાં કોરોના દર્દીઓની સંખ્યા કૂદકે ભૂસકે વધીને ૨,૮૭,૧૬૫ થઈ ગઈ છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૭ લોકોના મૃત્યુ. સાથે જ અત્યાર સુધીમાં કુલ ૮,૧૦૨ લોકોના મોત થયા છે.
તો બીજી તરફ દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીંયા ૧૫૦૧ દર્દી મળ્યા હતા. મંગળવારે ૧૩૬૬ દર્દી મળ્યા હતા. એટલે કે મંગળવારથી અત્યાર સુધી લગભગ ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે જ દેશના સૌથી પ્રભાવિત ૬ રાજ્યોમાંથી દિલ્હીનો રિકવરી રેટ ૩૭.૫૨% છે, જે સૌથી ઓછો છે.
દેશની આંકડાકિય માહિતી મુજબ, આ પહેલા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૧૫૬થી વધારે દર્દીઓ મળ્યા હતા. સાથે જ ૭ જૂને સૌથી વધારે ૧૦ હજાર ૮૮૪ કોરોના પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે તે સંક્રમિતોના મામલામાં દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે. અહીંયા ગુરુવાર સવાર સુધી યુપીમાં ૧૧ હજાર ૬૧૦ કેસ થઈ ગયા હતા.
સૂત્રોએ વધુમાં કહ્યું કે, આ સાથે જ સારી બાબત એ છે કે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે ૬૩૨૬ દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી દેશમાં ૧ લાખ ૪૦ હજાર ૯૭૯ સંક્રમિત સાજા થયા છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં અત્યાર સુધી ૧૦ હજારથી વધારે કેસ થઈ ગયા છે. મધ્યપ્રદેશ દેશનું સાતમું એવું રાજ્ય બની ગયું છે, જ્યાં હવે સૌથી વધારે કેસ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યાં પ્રમાણે બુધવારે દેશને પહેલી વખતે એક દિવસમાં સૌથી વધારે ૯૯૯૬ પોઝિટિવ મળ્યા છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૭ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી ૨ લાખ ૮૬ હજાર ૫૭૯ કેસ થઈ ચુક્યા છે. જેમાંથી ૧ લાખ ૩૭ હજાર ૪૪૮ એક્ટિવ કેસ છે અને એક લાખ ૪૧ હજાર ૨૯ દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી ૮૧૦૨ લોકોના મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ૈંઝ્રસ્ઇ)એ ગુરુવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૫૧ હજાર ૮૦૮ સેમ્પલની તપાસ કરાઈ છે. આ સાથે દેશમાં ૧૧ જૂન, સવારે ૯ વાગ્યા સુધી ૫૦ લાખ ૧૩ હજાર ૧૪૦ સેમ્પલની તપાસ કરાઈ છે.
દિલ્હીમાં ઝ્રઇઁહ્લના ચીફ મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ મળ્યા છે. ઝ્રર્સ્ંને ઓખલામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની સાથે ઝ્રઇઁહ્લમાં સંક્રમિતોની સંખ્યા ૫૪૪ થઈ ગઈ છે. જેમાંથી ૩૫૩ રિકવર થઈ ગયા છે અને ચાર લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ૮,૧૦૬ થઈ ગઈ છે. બુધવારે એક જ દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે ૩૮૭ લોકોના મોત થયા હતા. આ પહેલા ૬ જૂને સૌથી વધારે ૨૯૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦ દર્દીઓના મોત થયા હતા. અહીંયા મૃતકોનો આંકડો એક હજારની પાસે પહોંચ્યો છે. અહીંયા અત્યાર સુધી ૯૮૪ લોકોના મોત થયા છે. સાથે જ ગઈ કાલે મહારાષ્ટ્રમાં ૧૪૯ લોકોના મોત થયા હતા. અહીંયા મૃતકોની સંખ્યા હવે ૩,૪૩૮ થઈ ગઈ છે.