Charotar Sandesh
ગુજરાત

ક્યાં છે તંત્ર…? પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના સગાઈમાં કોરોના નિયમોના સરેઆમ ધજાગરા…

કોરોના નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે…? ક્યાં છે તંત્ર…?

તાપી : આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ પણ લાદી દેવામાં આવ્યું છે. આ ચાર શહેરોમાં તો રાત્રિ દરમિયાન લગ્નનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યાં જ જો કોઇ લગ્નમાં લોકો માસ્ક વગર હોય અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય ત્યાં અધિકારીઓ પહોંચી મસમોટો દંડ પણ ફટકારી રહ્યા છે. જેનો પ્રથમ કિસ્સો સુરતમાં પણ બન્યો હતો.
બીજી તરફ કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભાજપ નેતા દ્વારા ૬૦૦૦થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ભાજપ નેતાએ પોતાની પુત્રીના લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ ૬૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. અને આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ લગ્નમાં ૬૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. અને લોકો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરી રહ્યા હતા.
કોરોના મહામારીમાં પણ આટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવવા ન જોઇએ તેટલી સામાન્ય સમજણ પણ ધારાસભ્યમાં જોવા ન મળી અને પોતાની પૌત્રીની ઉજવણીમાં ઘેલા બનેલા ધારાસભ્ય કાંતિ ગામિતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ લગ્ન સમારંભમાં લોકો માસ્ક વગર જ ફરી રહ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ તો સહેજ પણ જળવાયું ન હતું. જોકે સ્થાનિક પોલીસે પણ આટલી મોટી સંખ્યામાં લોકો અહિં એકઠા થયા છતા તેમની સામે કોઇ પગલા ભર્યા ન હતા. આ લગ્ન સમારંભમાં સ્થાનિક પોલીસ મૂકપ્રેક્ષક બની ગઇ હતી. અને લોકોએ સીધે સીધુ કોરોના મહામારીને આમંત્રણ આપ્યું હતું.

Related posts

આઇશાના આત્મહત્યા કેસ : આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રો કોર્ટનો આદેશ…

Charotar Sandesh

પદ્મ ભૂષણ ઈલાબેન ભટ્ટનું થયુ નિધન, આવતી કાલે સવારે અંતિમયાત્રા યોજાશે

Charotar Sandesh

આખરે નારાજ શંકરસિંહ વાઘેલાનું એનસીપીમાંથી રાજીનામું : પ્રજાશક્તિ મોર્ચાથી મેદાનમાં ઉતરી શકે…

Charotar Sandesh