Charotar Sandesh
ઈન્ડિયા

ખાલી ભાષણ નહીં યુવાનોને નોકરી આપો : રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર…

મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દેશે…

ન્યુ દિલ્હી : રાહુલ ગાંધીએ ફરી ટિ્‌વટરના માધ્યમથી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના નવા ટિ્‌વટરમાં લખ્યું છે કે મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. અહંકારના કારણે તે ત્નઈઈ-દ્ગઈઈ્‌ના ઉમેદવારોની વિસ્તાવિક ચિંતાની સાથે એસએસસી અને અન્ય પરીક્ષાની માંગણી કરનારને નજર અંદાજ કરી રહ્યા છે. નોકરી આપો, ખાલી નારા ના લગાવો.
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીડીપી વિકાસ દર મોટા ઘટાડાને લઇને મંગળવારે સરકાર પર ટિપ્પણી કરી હતી અને દાવો કર્યો હતો કે અર્થવ્યવસ્થાની બર્બાદી નોટબંધીથી શરૂ થઇ અને તે પછી એક પછી એક ભૂલો કરવામાં આવી. આ ટિ્‌વટમાં તેમણે કહ્યું કે જીડીપી-૨૩.૯ ટકા થઇ ગઇ છે. દેશની અર્થવ્યવસ્થા નોટબંધીથી શરૂ થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી સરકારે એક પછી એક ખોટી નીતિઓની લાઇન લગાવી છે.

Related posts

ચૂંટણી પંચ ભાજપ સેલની જેમ કામ કરી છે ઃ તેજસ્વી યાદવ

Charotar Sandesh

ગેંગસ્ટર અતીક હત્યાકાંડ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : યોગી રાજમાં થયેલા ૧૮૩ એન્કાઉંટરની તપાસ કરવાની માગ

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૪૮૮ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh