Charotar Sandesh
ઈન્ડિયા

ગુજરાત સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પાછુ લઇ ભૂલ સુધારે : સુબ્રમણ્યમ્‌ સ્વામી

ન્યુ દિલ્હી : ગુજરાતના અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના સરકારના નિર્ણય અંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો છે. સ્વામીએ સલાહ આપતાં કહ્યું હતું કે ગુજરાતની સરકારે નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ લેવું જોઈએ અને કહેવું જોઈએ કે આવું કરતાં પહેલાં અમે તેમની સલાહ નહોતી લીધી.
સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે ગુજરાતના એક જમાઈના રૂપમાં રાજ્યના ઘણા લોકોએ મને સ્ટેડિયમથી સરદાર પટેલનું નામ હટાવવા અંગેની વાત જણાવી હતી. મારું સૂચન એટલું છે કે ગુજરાત સરકારે ભૂલ સુધારવી જોઈએ અને નરેન્દ્ર મોદીનું નામ પાછું લેવું જોઈએ. આવું કરતાં તેમણે કહેવું જોઈએ કે નામ બદલતી વખતે મોદી પાસેથી સલાહ નહોતી લીધી; એટલા માટે એને પાછું લઈ રહ્યા છીએ. આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે સ્ટેડિયમ પર સુબ્રહ્મણ્યમ સ્વામીએ આવું કોઈ નિવેદન આપ્યું છે.
આ પહેલાં સ્વામીએ નામ બદલવા અંગે કટાક્ષ પણ કર્યો હતો. સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમને માત્ર મોટેરા સ્ટેડિયમ કહેવા અંગે તેમણે કહ્યું હતું કે આવું કહેવું ખોટું છે. તેમણે ટ્‌વીટ કર્યું છે કે જ્યારે કોઈ આવું કહે છે કે મોદી સ્ટેડિયમનું પૂરું નામ મોટેરા સ્ટેડિયમ હતું તો ખોટું બોલે છે. શું સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ન હતું? મળતી માહિતી પ્રમાણે, ટીકાઓ અંગે ઘણી વખત સમાચારોમાં રહેતા સુબ્રહ્મણ્યમ સ્વામી છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપના નેતૃત્વથી નારાજ છે.

Related posts

ઘરની ચાર દીવાલોની અંદર એસસી/એસટી પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીં : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

ગંભીરે કેજરીવાલને આપી ચેલેન્જ, આરોપ સાબિત થયા તો જાહેરમાં ફાંસી પર લટકી જઇશે

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ૫ નક્સલીઓ ઠાર…

Charotar Sandesh