૯૧ મ્યુટેશન સામે આવ્યા જે દુનિયાના બીજા કોઇ દેશમાં મળ્યા નથી, કોરોના વાયરસનું બીજું રુપ વૈજ્ઞાનિકોથી લઈને મેડિકલ ફિલ્ડના તમામ લોકો માટે ગહન સંશોધનનો વિષય બની ગયો છે…
ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા ૯૫ ટકા મૃત્યુમાં દર્દીના શરીરમાં બે પ્રકારના વાયરસ મળી આવ્યા…
ગાંધીનગર : કોરોના વાયરસના સંક્રમણથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત ગુજરાતમાં કરવામાં આવેલ એક અભ્યાસએ સમગ્ર ચિકિત્સા જગતને ચિંતામાં નાખી દીધું છે. ગુજરાતમાં કોરોનાના કારણે જીવ ગુમાવનાર ૯૫ ટકા લોકોમાં બે પ્રકારના કોરોના વાયરસ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ અભ્યાસમાં ૯૧ એવા મ્યુટેશન સામે આવ્યા છે જે દુનિયાના બીજા કોઈ દેશમાં મળ્યા નથી. તેવામાં કોરોના વાયરસનું આ બીજુ રુંપ વૈજ્ઞાનિકોથી લઈને મેડિકલ ફિલ્ડના તમામ લોકો માટે ગહન સંશોધનનો વિષય બની ગયો છે.
જે અભ્યાસના આધારે આ વાત કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કોરોનાના કારણે થયેલા ૯૫ ટકા મૃત્યુમાં દર્દીના શરીરમાં બે પ્રકારના વાયરસ મળી આવ્યા છે. હકીકતમાં ગુજરાતમાં કોરોનાની શરુઆતથી જ દર્દીઓમાં જોવા મળતા ઉંચા મૃત્યુદરથી નિષ્ણાંતો પરેશાન છે. અનેક નિષ્ણાંતે એવી પણ આશંકા દર્શાવી છે કે ગુજરાતમાં કોરોના વાયરસનો સ્ટ્રેન બીજા દેશો કરતા અલગ હોઈ શકે છે. કોરોનાના કારણે પ્રભાવિત ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૨૦૦ લોકોના જીવ ગયા છે.
ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. આ ઉપરાંત સૂરત, વડોદરા, પાટણ, અરવલ્લી અને રાજકોટ પણ કોરોનાના કારણે ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ કોરોનાના ૫૦,૪૨૬ કેસ સામે આવ્યા છે. જે પૈકી ૪૯ ટકા કેસ એકલા અમદાવાદમાં સામે આવ્યા છે. જે બાદ સુરત અને વડોદરા જિલ્લાનો નંબર છે. જેને ગુજરાતના ઇન્ડસ્ટ્રિય હબ કહેવાય છે.
ગુજરાતમાં મંગળવારે કોરોના એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ ૧૦૨૬ સામે આવ્યા હતા જ્યારે ૩૪ લોકોના મોત નિપજ્યા હતા.
દુનિયામાં સૌથી વધુ જીઆર ક્લેડનો કોરોના વાયરસ ફેલાયેલો છે. આ સિવાય જીઆર અને જીએચ તેમજ જી ક્લેડના પણ દર્દીઓ રહેલા છે. પરંતુ ગુજરાતમાં ‘ઓ’ ક્લેડ સૌથી વધારે છે. સમગ્ર દેશ અને દુનિયામાં અલગ પ્રોફાઈલ છે. પરંતુ ગુજરાતમાં કોવિડની જિનેટિક પ્રોફાઈલ અલગ છે.