ન્યુ દિલ્હી : સરકારી તેલ કંપનીઓ એ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યેા છે. વધારો પણ એવો કે ચાર દિવસમાં ડીઝલ પ્રતિ લીટર એક પિયો મોંઘુ થઈ ગયું છે. પરંતુ કાચા તેલના આંતરરાષ્ટ્ર્રીય બજારમાં આવી તેજી નથી. આજે દિલ્હીની બજારમાં પેટ્રોલ ૨૮ પૈસાના વધારા સાથે ૯૧.૨૭ પિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ડીઝલ પણ ૩૧ પૈસાના ઉછાળા સાથે ૮૧.૭૩ પિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.
છેલ્લા બે મહિનાથી દેશના ઘણા રાયોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. પાછલા મહિને કાચુ તેલ મોંઘુ થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહતો. પરંતુ આ વચ્ચે કાચુ તેલ સસ્તુ થયા બાદ ચાર ભાગમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટા હતા. તેનાથી પેટ્રોલ ૭૭ પૈસા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું હતું. હવે સતત ચોથા દિવસે ભાવમાં વધારો થયો છે. ચાર દિવસમાં પેટ્રોલ ૯૦ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની અધિસૂચના ૨૬ ફેબ્રુઆરીએ જાહેર થઈ હતી. ત્યારબાદ સરકારી તેલ કંપનીઓએ છેલ્લે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના ડીઝલના ભાવમાં ૧૭ પૈસાનો વધારો કર્યેા હતો. ત્યારબાદ બે મહિનાથી વધુ સમય સુધી કોઈ ભાવ વધારો જોવા મળ્યો નહીં. પરંતુ માર્ચ-એપ્રિલ દરમિયાન ડીઝલના ભાવમાં ચાર વખત ઘટાડો જોવા મળ્યો હતો. તે કારણે ડીઝલ ૭૪ પૈસા સસ્તું થયું હતું. હવે સતત ચોથા દિવસે તેમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાર દિવસમાં ડીઝલમાં એક પિયો પ્રતિ લીટરનો વધારો થયો છે.