Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2 આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડમાં 2 આતંકી ઠાર મરાયા છે. તમામ આતંકી એક ત્રણ માળની ઈમારતમાં સંતાયા છે. જ્યાંથી તેઓ સતત સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યા છે મુઠભેડ હજુ પણ ચાલી રહી છે. સુરક્ષાદળોને ગુપ્ત જાણકારી મળી હતી કે આ ગામમાં કેટલાક આતંકવાદીઓ સંતાયા છે. ઈનપુટ અનુસાર, એક આતંકવાદી હજુ પણ સંતાયો છે, જેને હજુ ટ્રેક નથી કરી શકાયો.

ગુરુવારે મોડી રાતથી જ સુરક્ષાદળોએ ગામને ઘેરી લીધું હતું. જે જગ્યાએ આતંકીઓ સંતાયા છે, ત્યાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું. આતંકવાદીઓએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. પહેલા સુરક્ષાદળોને આતંકીઓની સંખ્યા વિશે સેના પાસે યોગ્ય માહિતી નહોતી.

જણાવી દઈએ કે, પહેલા 25 એપ્રિલના રોજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડમાં 2 આતંકીઓ ઠાર કરાયા હતા. સેનાની 3 RR અને SOGની સંયુક્ત ટીમે બંગંદર મોહલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમને આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૪૨૪ કેસ નોંધાયા, ૧,૧૭૪ના મોત…

Charotar Sandesh

સ્ટ્રગલના દિવસોમાં મને ખૂબ જ ખરાબ અનુભવ થયાઃ રિચા ચઢ્ઢા

Charotar Sandesh

મુંબઇમાં લોકડાઉનના ભયથી રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થયા…

Charotar Sandesh