Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટી-૨૦ : ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને ૨૧ રને હરાવ્યું, સિરીઝ ૧-૧થી બરાબર…

વેલિંગ્ટન : મેન ઓફ ધ મેચ મિશેલ સેન્ટરન (૩/૨૫)ની શાનદાર બોલિંગની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે રવિવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી૨૦ મેચમાં ઈંગ્લેન્ડને ૨૧ રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચોની સિરીઝમાં ૧-૧થી બરોબરી હાસિલ કરી લીધી છે. સિરીઝનો ત્રીજો મુકાબલો ૫ નવેમ્બરે નેલસનમાં રમાશે.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ પર ૧૭૬ રનનો સ્કોર બનાવ્યો અને પછી ઈંગ્લેન્ડને ૧૯.૫ ઓવરમાં ૧૫૫ રન પર ઓલઆઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડ માટે ડેવિડ મલાને ૩૯ (૨૯ બોલ, ૩ ચોગ્ગા, ૩ છગ્ગા), જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગને ૩૨ અને ક્રિસ જોર્ડને ૩૬ રનનું યોગદાન આપ્યું હતું.
યજમાન ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર સેન્ટનરની ત્રણ વિકેટ સિવાય કેપ્ટન ટિમ સાઉદી, લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢી બે-બે જ્યારે ડેરિલ મિશેલે એક વિકેટ મેળવી હતી.
આ પહેલા ન્યૂઝીલેન્ડે જેમ્સ નીશામ અને માર્ટિન ગુપ્ટિલની આક્રમક ઈનિંગની મદદથી ૮ વિકેટ પર ૧૭૬ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. નીશામે ૨૨ બોલ પર બે ચોગ્ગા અને ચાર છગ્ગાવી મદદથી ૪૨, જ્યારે ગુપ્ટિલે ૨૨૮ બોલ પર ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૧ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોલિન ડી ગ્રાન્ડહોમ અને રોસ ટેલરે ૨૮-૨૮ રનનું યોગદાન આપ્યું હતું.
ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ત્રણ, સેમ કરને બે અને શાકિબ મહમૂદ, આદિલ રાશિદ તથા લેવિસ ગ્રેગોરીએ એક-એક વિકેટ ઝડપી હતી.

Related posts

આઇપીએલ જુલાઇ-સપ્ટેમ્બરમાં રમાય તેવી શક્યતા…

Charotar Sandesh

સિડની ટેસ્ટમાં બુમરાહ અને સિરાજ પર સ્ટેન્ડમાંથી વંશીય ટિપ્પણી કરાતા વિવાદ…

Charotar Sandesh

અમે સમયસર ન્યૂઝીલેન્ડથી પરત ફર્યા નહિ તો… : રવિ શાસ્ત્રી

Charotar Sandesh