Charotar Sandesh
ગુજરાત

ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું : સીએમ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપ્યું છે. સીએમ રુપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ. હાલમાં થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા ડ્રેગન ફ્રુટનું નામ બદલવાને લઇને તીખી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જેને લઇને આજરોજ ઝ્રસ્ રુપાણી દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપતા કહ્યું કે ડ્રેગન ફ્રુટનો આકાર કમળ જેવો હોય તેનું નામ કમલમ રખાયું છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ.
આ પહેલા કોરોના વેક્સિન મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું હતું. જેમાં સીએમ રુપાણીએ કહ્યું કે વેક્સિન પર પ્રથમ અધિકાર હેલ્થવર્કર્સનો છે. બીજા રાઉન્ડમાં અમે વેક્સિન લઇશું. ગાંધીનગર ખાતે યોજેલ એક પત્રકાર પરિષદ દરમિયાન સરકારે પણ ડ્રેગન ફૂડને કમલમ્‌ નામ આપી દીધું હતું અને તેને પેટર્ન માટે અરજી પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે.
તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્‌ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી હતી. ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા પર કોંગ્રેસે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, સરકાર નામકરણ કરવામાં વ્યસ્ત છે. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, હવે કોઈ મુદ્દો નથી એટલે ફ્રુટના નામકરણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Related posts

ગૃહ રાજ્યમંત્રીની દેખરેખમાં જ દારૂનું વિસ્તરણ કરાઇ રહ્યું છે : અમિત ચાવડા

Charotar Sandesh

રાજ્યમાં ડેંગ્યુની દહેશત… સિવિલમાં ખુદ ૬૦ ડૉક્ટર-નર્સ, CRPFના ૧૫ જવાનો ઝપેટમાં…

Charotar Sandesh

કાંધલ જાડેજાએ મેન્ડેટ મુજબ જ મત આપ્યો છે : જ્યંત બોસ્કી

Charotar Sandesh