Charotar Sandesh
વર્લ્ડ

દુનિયાભરમાં કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસ : ડબલ્યુએચઓની ગંભીર ચેતવણી…

જિનિવા : કોરોના સંક્રમણે લગભગ આખી દુનિયાને પોતાની ઝપટમાં લઇ લીધા છે અને દરરોજ આ સંક્રમણ વધી રહ્યું છે. ગયા સપ્તાહે અંદાજે ૪૦ દેશોમાં દરરોજ સામે આવતા કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. રોયટર્સના એક રિપોર્ટના મતે ગયા સપ્તાહના મુકાબલે લગભગ બમણો થઇ ગયો છે. અમેરિકા, બ્રાઝીલ અને ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, જાપાન, હોંગકોંગ, બોલીવિયા, સુડાન, ઇથોપિયા, બુલગારિયા, બેલ્જિયમસ ઉઝબેકિસ્તાન અને ઇઝરાયલ વગેરે દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

કેટલાંય દેશોએ ખાસ કરીને ત્યાં જયાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોમાં થોડીક ઢીલ આપી દીધી છે. ત્યાં પણ હજુ કોરોના મહામારીનો ફરીથી વધવાનો ખતરો ઉભો થઇ ગયો છે. ડબ્લ્યુએચઓના ડાયરેકટર જનરલ ટેડ્રોસ ગેબ્રિએસસનું કહેવું છે. હવે પહેલાં જેવું સામાન્ય થવાનું નથી. મહામારીએ પહેલાં જ આપણા જીવવાની રીત બદલી નાંખી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઇને મળતા કે બહાર જવાના નિર્ણયની સાથે જિંદગી અને મોતના નિર્ણયને સમજો, કારણ કે એ પણ છે.

આંકડાના મતે ત્રણ સપ્તાહ પહેલાં ઓછામાં ઓછા ૭ દેશોમાં દરરોજ કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક વધી રહ્યા હતા, જો કે તે બે સપ્તાહ પહેલાં વધીને ૧૩ દેશ થઇ ગયા. તો ગયા સપ્તાહે ૩૭ દેશોમાં કોરોનાના કેસ દરરોજ વધી જ રહ્યા છે.

Related posts

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ધાર્મિક-રાજકીય તાયફા જવાબદાર : WHO

Charotar Sandesh

યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ૨૨ લાખ એફબી-ઈન્સ્ટા એડ રદ…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પ્રથમ વિશ્વયુદ્ધના સ્થળની મુલાકાતે જશે

Charotar Sandesh