Charotar Sandesh
ઈન્ડિયા

દેશ આર્થિક મંદીના ખપ્પરમાં : ભાજપ-કોંગ્રેસ માલામાલ… આવકમાં ધરખમ વધારો…

ભાજપની આવકમાં ૧૩૪ ટકા તો કોંગ્રેસની આવકમાં ૩૬૧ ટકાનો ધરખમ વધારો…

ભાજપની કુલ આવક ૨૪૧૦ કરોડ થઇ જે ૨૦૧૭-૧૮માં ૧૦૨૭ કરોડ હતી, કોંગ્રેસની આવક પણ ચાર ગણી વધીને થઇ રૂ.૯૧૮ કરોડ, આગલા વર્ષ હતી રૂ.૧૯૯ કરોડ…

ન્યુ દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતો થયા બાદ હવે રાજકિય પાર્ટીઓનાં ખાતાંની વિગતો પણ બહાર આવી છે. રાજકિય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પંચને સોંપેલ ૨૦૧૮-૧૯ ના ઓડિટ રિપોર્ટમાં બધી જ રાષ્ટ્રીય પાર્ટીઓની આવકમાં વધારો થયો છે. ૨૦૧૮-૧૯ માં બીજેપીની કુલ આવક ૨૪૧૦ રૂપિયા થઈ ગઈ હતી જે ૨૦૧૭-૧૮ ની ૧૦૨૭ કરોડ રૂપિયા કરતાં ૧૩૪% વધારે હતી. આ જ રીતે કોંગ્રેસની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે, કોંગ્રેસને ૨૦૧૮-૧૯ માં ૯૧૮ રૂપિયાની આવક થઈ છે. જે ગત વર્ષની તુલનામાં ૩૬૧% વધારે છે.
ચૂંટણી પંચને સોંપેલ ૨૦૧૮-૧૯ ના ઓડિટ રિપોર્ટમાં બીજેપીએ તેની આવક સંબંધિઓત માહિતી આપી છે, ભાજપે ચૂંટણી પંચમાં જણાવ્યું કે, ૨૪૧૦ કરોડ રુપિયામાંથી ૧૪૫૦ કરોડ રુપિયા ચૂંટણી બોન્ડ્‌સ મારફતે મળ્યા હતા. ૨૦૧૭-૧૮માં ભાજપને ઈલેક્ટોરલ બોન્ડસથી ૨૧૦ કરોડ રુપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યુ હતું. જ્યારે ભાજને ૨૦૧૮-૧૯માં ૭૯૨.૪ કરોડ રુપિયા ચૂંટણી અને પ્રચારમાં ખર્ચ કર્યા છે. ૨૦૧૭-૧૮માં પાર્ટીએ ૫૬૭ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. બીજેપીએ જણાવ્યું છે કે, ૨૦૧૮-૧૯ માં ૧૦૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની તુલનામાં ૩૨% વધારે છે. પાર્ટીએ ગયા વર્ષે ૭૫૮ કરોડનો ખર્ચ કર્યો હતો.

તો ચૂંટણી પંચના રિપોર્ટમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, ૨૦૧૮-૧૯ માં તેને ૯૧૮ કરોડની આવક થઈ છે, જે ગત વર્ષની તુલનામાં ૩૬૧% વધારે છે. ગયા વર્ષે કોંગ્રેસને ૧૯૯ કરોડની આવક થઈ હતી. કોંગ્રેસે આ વર્ષે ૪૬૯ કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે ગયા વર્ષે ૧૯૭ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે ચૂંટણી આયોગને જણાવ્યું છે કે, ૯૧૮ કરોડની આવકમાં ચૂંટણી બૉન્ડ દ્વારા પાર્ટીને ૩૮૩ કરોડ મળ્યા હતા, જે ૨૦૧૭-૧૮ મળ્યા.

Related posts

ટ્રાન્ઝેક્શન ફેલ જશે તો બેન્કોએ ગ્રાહકોને વળતર આપવું પડશે…

Charotar Sandesh

કોરોના સંકટ : આંતરરાષ્ટ્રીય પ્રવાસનમાં ૮૦ ટકાનો ઘટાડો…

Charotar Sandesh

રામનું કામ કરવાનું છે અને આ કામ થઇને રહેશેઃ મોહન ભાગવત

Charotar Sandesh