Charotar Sandesh
વર્લ્ડ

દેશની કમાન સંભાળી શકે તેટલા સક્ષમ નથી જો બાઇડન : ટ્રમ્પ

ડેમોક્રેટિક કેન્ડિડેટ બાઈડન રાષ્ટ્રપતિ બનવા લાયક જ નથી…

USA : અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા ડેમોક્રેટ કેન્ડિડેટ જો બાઈડન વચ્ચે નિવેદનબાજીઓ વધી ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે, બાઈડન એ લાયક નથી કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે અથવા દેશની કમાન સંભાળી શકે. ટ્રમ્પે બાઈડનને માનસિક રીતે થાકેલા માણસ કહ્યા હતા. તેના થોડા દિવસ પહેલા બાઈડને કહ્યું હતું કે, ટ્રમ્પની નીતિઓનું નુકસાન દેશ ભોગવી રહ્યો છે. આ ડેમોક્રેટ ઉમેદવારે કોરોના વાઈરસને અટકાવવામાં બેદરકારી દાખવવા માટે ટ્રમ્પની ટીકા પણ કરી હતી. ત્યારપછી જ ટ્રમ્પ બાઈડન પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે.

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મહામારીના કારણે પબ્લિક રેલી બંધ થઈ ચુકી છે. હવે સોશિયલ મીડિયા અથવા ઈન્ટરવ્યૂ દ્વારા નિવેદનબાજી થઈ રહી છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને એક લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં કહ્યું હતું કે, બાઈડન મારી ટિકા કરે છે, જ્યારે તેમને આવું કરવાનો હક નથી. પહેલા તે પોતાની અંદર એક ડોકિયું કરે. તે એ લાયક નથી કે દેશની કમાન સંભાળી શકે અથવા રાષ્ટ્રપતિ બની શકે. માનસિક રીતે તે થાકેલી વ્યક્તિ છે. જો આવી વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ બનશે તો તે દેશને બરબાદ કરી દેશે.

બાઈડને હમણાં જ આપેલા એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે એમની વાતો જરા ધ્યાનથી સાંભળો. તે શું કહે છે. શું આપણી પર લગાવાઈ રહેલા ટેક્સ ત્રણ ગણા વધારી શકે છે. અથવા શું આપણે પોલીસના ફંડિંગને અટકાવી શકીએ છીએ. તેઓ કહે છે કે દેશમાં ધર્મનું કોઈ મહત્વ નથી રહ્યું. શું લોકો આને સ્વીકારશે.

  • Naren Patel

Related posts

અમેરિકામાં શ્રી સ્વામીનારાયાણ ગુરુકુલ ડલાસના આંગણે શિક્ષાપત્રી જયંતી અને શાકોત્સવ ઉજવાયો…

Charotar Sandesh

બેરોજગારીના માહોલ વચ્ચે એમેઝોન ૭૫ હજાર લોકોને નોકરી આપશે…

Charotar Sandesh

USA : અમેરિકા પ્રવાસ પર PM મોદીનું પ્રભુત્વ અકબંધ

Charotar Sandesh