Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૪૦ લાખ કેસ નોંધાયા, ૩૭૩૬ દર્દીઓનાં મોત…

સતત સાતમાં દિવસે સક્રિય કેસ ૩ લાખની નીચે…

મે મહિનાના અંતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, ૩૫ દિવસ બાદ નવા કેસ ૨.૫૦ લાખની નીચે, એક જ દિવસમાં ૩.૫૫ લાખથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત…

ન્યુ દિલ્હી : કોરોના વાઈરસ વિરુદ્ધ જંગમાં ભારતને જીત મળતી હોય તેમ લાગી રહ્યું છે અને હવે કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નબળી પડી રહી છે. દેશના અલગ-અલગ ભાગોમાં લેવામાં આવેલા આકરા પગલા અને વૅક્સિનેશન અભિયાનની અસર હોવો જોવા મળી રહી છે, કારણ કે આ મહિનામાં પ્રથમ વખત છે, જ્યારે એક દિવસમાં ૨.૫૦ લાખની નીચે નવા કેસ મળ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૪૩,૭૭૭ નવા કોરોનાના પોઝિટિવ કેસો મળ્યાં છે. જે આ મહિનાના અત્યાર સુધીના સૌથી ઓછા કેસ છે. આટલું જ નહીં, પ્રતિદિન થનારા મોતના આંકડામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ ૩૫ દિવસો બાદ કોરોનાના નવા કેસો ૨.૫૦ લાખની નીચે નોંધાયા છે. અગાઉ ૧૬મીં એપ્રિલે ૨,૩૪,૦૦૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે આજે એક દિવસમાં વધુ ૩,૭૮૮ દર્દીઓના મરણ નોંધાયા છે.
નવા કેસ ઉમેરાવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨,૬૫,૨૮,૮૪૬ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં ૨,૯૯,૨૯૬ દેશવાસીઓને ભરખી ચૂક્યો છે.
હાલ દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસોની સંખ્યા ૨૮,૦૦,૪૦૩ પર પહોંચી ચૂકી છે. જો કે દેશમાં રિકવરી રેટ રાહત આપનારો છે. આજે એક જ દિવસમાં ૩,૫૪,૮૨૫ લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. જો નવા કેસ અને સ્વસ્થ થનારા દર્દીઓની સરખામણી કરીએ તો, જેટલા નવા દર્દીઓ મળ્યાં છે, તેના કરતાં ૧ લાખ વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ, ભારતમાં ગઈ કાલે કોરોના વાઈરસ માટે કુલ ૨૧,૨૩,૭૮૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં કાલે કુલ ૩૨,૮૬,૦૭,૯૩૭ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.
ભારતમાં ૨૧ મે સુધીમાં ૮૩,૧૩૫ મોત નોંધાયા છે, જે પાછળના ત્રણ અઠવાડિયામાં નોંધાયેલા ૪૩,૨૫૮ મોતથી ૯૨% વધુ છે. જેની સરખામણીમાં આંકડા જોઈએ તો તે ૧૦-૨૦ એપ્રિલ વચ્ચે ૫૯.૫ લાખથી ૨૦% વધીને ૧-૨૧ મે વચ્ચે ૭૧.૩ લાખ સુધી પહોંચ્યા. એટલે કે કેસની સરખામણીમાં મૃત્યુઆંકમાં ત્રણ ગણો ઉછાળો દેખાયો છે.

Related posts

કોરોનાના કહેરથી ફિલ્મ ઉદ્યોગને બેવડો માર : ફિલ્મ મેકરોની ફરી ઓટીટી પર નજર…

Charotar Sandesh

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવશે

Charotar Sandesh

ઓમિક્રોનના કેસો વધતાં ભારતના આ રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ : રેલીઓ-સરઘસ પર પ્રતિબંધ

Charotar Sandesh