નવી દિલ્હી : દુનિયાની જણીતી સ્પોટ્ર્સ પ્રેજેન્ટર ઝૈનબ અબ્બાસ પાકિસ્તાનના ઘરેલૂ ક્રિકેટર નસીર અબ્બાસની દિકરી છે. ૧૪ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ લાહોરમાં જન્મેલી ઝૈનબ પહેલા મેકઅપ આર્ટિસ્ટ હતી. પરંતુ હવે તે દુનિયાની જાણીતી સ્પોટ્ર્સ પ્રેજેન્ટર છે. પોતાની સુંદરતા અને ખૂબસૂરતીના કારણે ઝૈનબ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર રહી છે. આપણે જણાવી દઈએ કે ઝૈનબની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.
પિતા ક્રિકેટર હોવાના કારણે ઝૈનબે બાળપણથી જ ક્રિકેટને નજીકથી જોઈ છે. ઇંગ્લેન્ડમાં એમબીએ કરવા છતા પણ ઝૈનબે સ્પોટ્ર્સ પ્રેજેન્ટરને કરિયર તરીકે પસંદ કર્યું. ઝૈનબની ક્રિકેટમાં ઘણી રૂચિ છે. મીડિયા રિપોર્ટ મુજબ ઝૈનબે ગત વર્ષે લાહોરમાં હમજા કરદાર સાથે લગ્ન કર્યા. જેના દાદા અબ્દુલ હફીઝ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન હતા. ઝૈનબ, ગત વર્ષે આઈસીસી વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટને હોટ કરનારી પહેલી પાકિસ્તાની મહિલા પ્રેજેન્ટર બની. આ દરમિયાન ઝૈનબ તેની સુંદરતાના કારણે ઘણી ચર્ચામાં રહી. ત્યારે હવે વર્ષ બાદ ઝૈનબ ફરી ચર્ચામાં છે.
કારણ કે, ઝૈનબે તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટર્સને લઈ એક ખૂબ જ ચોંકવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઝૈનબે કહ્યું કે શરૂઆતમાં મહિલા હોવાના કારણે પાકિસ્તાની ક્રિકેટર્સ તેની સાથે વધુ વાત નહોતા કરતા. ધર્મને વધુ મહત્વ આપનાર ખેલાડીઓ તેની સાથે સ્ક્રીન પર આવવાનું ટાળતા હતા.