Charotar Sandesh
ગુજરાત

ધો. ૧૦-૧૨ ના રીપીટર્સની ૧૫ જૂલાઈથી યોજાશે પરીક્ષા, ટૂંક સમયમાં જાહેર થશે કાર્યક્રમ…

ગાંધીનગર : કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, ધોરણ ૧૦-૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.
દરમિયાન આજે ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટરની પરીક્ષાની તારીખ જાહેર કરવમાં આવી છે, જે અનુસાર ૧૫ જુલાઇથી વિદ્યાર્થીઓની પરીક્ષા હાથ ધરાશે. બીજી તરફ રીપીટર વિદ્યાર્થીની પરીક્ષા સાથે ગુજકેટની પરીક્ષા લેવાની પણ સરકારે જાહેરાત કરી છે.
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ અગાઉ ૧ જુલાઈએ ધોરણ ૧૦ અને ૧૨ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. આખરે આજે શિક્ષણ વિભાગે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. આ વર્ષે ધોરણ ૧૦માં સવા ત્રણ લાખ જ્યારે ધોરણ ૧૨માં સવાલ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે ધોરણ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ ૧૦માં રીપીટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ૧૫ મે ના રોજ રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માગણી કરવામાં આવી હતી.
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ ૧૦માં ૩.૬૨ લાખ, ધોરણ ૧૨ સાયન્સમાં ૩૨ હજાર ૪૦૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭ હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ ૧૦માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે.

Related posts

મહામારીમાં એક વાલી ગુમાવનાર બાળકનાં ખાતામાં ૨૦૦૦ રુપિયા જમા થશે : સીએમ રુપાણી

Charotar Sandesh

પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો : વિધાનસભાની પાંચેય બેઠકો ભાજપે કબજે કરી, કોંગ્રેસની હાર

Charotar Sandesh

આજે ચંદ્રગ્રહણ : સાંજે ૫.૨૩ થી ૬.૧૯ સુધી ચંદ્રગ્રહણનો સમય, જુઓ શું ન કરવું ?

Charotar Sandesh