Charotar Sandesh
ગુજરાત

ધો. ૧૨ સા. પ્રવાહનું ૭૬.૨૯% પરિણામઃ ગયા વખત કરતા સુધર્યુ…

ગત વર્ષ કરતા ૩% વધુ પરીણામ : ૨૬૯ શાળઓએ હાંસલ કર્યુ ૧૦૦% પરિણામ તો ૫૬ શાળાઓનું ૧૦% કરતા ઓછું પરિણામ : જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ૫૮.૨૬% અને પાટણ જિલ્લાનું સૌથી વધુ ૮૬.૬૭ ટકા પરિણામ : A1 ગ્રેડમાં ૫૨૨ છાત્રો…

ગુજરાત રાજ્ય માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે વહેલી સવારે પરિણામ જાહેર થયું છે. શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯% આવ્યું છે. જે ૨૦૧૯ ગત વર્ષની સરખામણીમાં ૩% ઉંચું પરિણામ આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨,૮૩,૬૨૪ વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષાર્થીઓ હતા જેમનું પરિણામ ૭૬.૨૯% છે જ્યારે પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા ૭૬,૭૬૪ હતી જેનું પરિણામ ૨૬.૧૫% આવ્યું છે તેમજ ૩૪,૧૦૦ વિદ્યાર્થીઓએ ખાનગી ઉમેદવાર તરીકે પરિક્ષા આપી હતી જેનું પરિણામ ૨૬.૩૬% આવ્યું છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૮૬.૬૭% પરિણામ સાથે પાટણ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે તો સૌથી ઓછું પરિણામ મેળવતો જિલ્લો જુનાગઢ છે. જુનાગઢ જિલ્લાનું પરિણામ ૫૮.૨૬% આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં ૧૦૦% કરતા વધુ પરિણામ મેળવતી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતા વધારો થયો છે. ૨૦૧૯માં ૧૦૦% પરિણામ મેળવતી સંખ્યા મેળવતી શાળાઓની સંખ્યા ૨૨૨ હતી. જ્યારે માર્ચ ૨૦૨૦ની પરિક્ષામાં ૧૦૦% પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૨૬૯ થઇ છે. તેવી જ રીતે ૧૦% કરતા ઓછું પરિણામ મેળવતી શાળાની સંખ્યા પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્ચ ૨૦૧૯માં ૭૯ શાળાઓ હતી. માર્ચ ૨૦૨૦માં ૧૦% કરતા ઓછું પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૫૬ થઇ છે.

Related posts

ધોળકા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી કોરોના વેક્સીન…

Charotar Sandesh

અમદાવાદમાં એક મોબાઈલના કારણે પતિએ કરી પત્નીની હત્યા

Charotar Sandesh

હવે વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ : ઘરેબેઠા FRI નોંધાવી શકાશે, જુઓ વિગત

Charotar Sandesh