Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદમાં કોરોનાને કેર વધતા રેપિડ ટેસ્ટ માટે લોકોની લાંબી લાઇનો લાગી…

નડિયાદ : ખેડા જિલ્લામાં સતત વધી રહેલ કોરોનાનું સંક્રમણ વહીવટી તંત્ર માટે પડકાર જનક બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા. વળી શિયાળામાં કફ શરદી અને ખાંસીની ફરિયાદો વધતા પ્રજાજનોમાં પણ ભયનું વાતાવરણ નિર્માણ થયેલ છે. જનતા હોસ્પિટલમાં જતા ડરી રહી છે. બીજી તરફ નડિયાદ અને આસપાસના ગામોના કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે.
મહત્વનું છેકે, કોરોનાને પ્રથમ પગલે જ પકડી તેની સારવાર કરવામાં આવે તો દર્દીઓને ઘણી રાહત મળી રહે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નડિયાદમાં સંતરામ મંદિર બહાર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવમાં આવ્યું છે. અહીં એન્ટિજન રેપીડ ટેસ્ટ કરાવવા લોકો એ લાઈનો લગાવી દીધી છે. જનતાની જાગરૂકતા અને તંત્રની મહેનત કોરોના ને કેટલો બેઅસર કરે છે તે જોવું રહ્યું.

Related posts

બોરીયા ગામમાં ગૌચર સરકારી જમીન બ્લોક નં – ૧૯૦ માં થયેલ બાંધકામ દૂર કરવા ફરિયાદ

Charotar Sandesh

આણંદમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ -જીલ્લા કાર્યાલયનો શુભારંભ થશે…

Charotar Sandesh

આણંદ શહેરમાં આજે ૧ કેસ સહિત જિલ્લામાં વધુ ૮ કોરોના પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh