આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક ફટાફટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે. દીપિકા પાદુકોણ પિંક ગાઉન અને હેવી મેકઅપમાં દેખાઈ હતી, જ્યારે પતિ નિક જાનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરા તો બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં જાક્સનું મટિરિયલ બની ગઈ છે.