Charotar Sandesh
બોલિવૂડ

પવન કૃપલાણીની ફિલ્મમાં અર્જુન કપૂર-સૈફ અલી ખાન ચમકશે…

મુંબઇ : બોલિવૂડમાં નેપોટિઝમની ભારે ઉગ્ર ચર્ચા વચ્ચે ભૂત પોલીસની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર અભિનય કરવાના છે. આ બંને પહેલી વાર એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. નિર્દેશક પવન કૃપલાણીની આ ફિલ્મમાં ભૂતોને શોધી કાઢનારા ભૂત હન્ટર્સનો રોલ અર્જુન અને સૈફ કરવાના છે. આ વર્ષના અંતમાં શૂટિંગનો પ્રારંભ થઈ જશે.
આ ફિલ્મને રમેશ તોરાણી અને આકાંક્ષા પુરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. સૈફ અલી ખાન આ અગાઉ ઝોમ્બા હોરર કોમેડી ગો ગોવા ગોનમાં કામ કરી ચૂક્યો છે. જ્યારે અર્જુન માટે આ પ્રથમ હોરર ફિલ્મ હશે. અર્જુન સૈફ સાથે તો પહેલી વાર કામ કરી રહ્યો છે પરંતુ સૈફની પત્ની કરીના કપૂર ખાન સાથે તેણે આ અગાઉ આર. બાલ્કીની ફિલ્મ કી એન્ડ કા માં કામ કર્યું હતું. એ ફિલ્મમાં અર્જુન અને કરીના પતિ-પત્નીના રોલમાં હતા.
બોલિવૂડમાં હોરર કોમેડી નવી વાત નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ફિલ્મ મેકર્સ આ તરફ વધારે ધ્યાન આપી રહ્યા છે. ૨૦૧૮માં આવેલી સ્ત્રીની સફળતા બાદ મેકર્સ આ પ્રકારની ફિલ્મો પ્રત્યે આકર્ષાયા છે. ૨૦૦૭માં પ્રિયદર્શીનીની ફિલ્મ ભૂલ ભૂલૈયા દ્વારા આ પ્રકારની ફિલ્મ ફરીથી આવવાની શરૂ થઈ હતી.

Related posts

બોક્સ ઓફીસ પર ’કબિર સિંઘ’નો તહલકો… સાત દિવસમાં રૂ.૧૩૫ કરોડની કમાણી

Charotar Sandesh

કંગના રનોતે કરણ જોહર પર લગાવ્યો ગંભીર આરોપ, પીએમ મોદીને કરી ફરિયાદ…

Charotar Sandesh

સંજય દત્તે પોતાના ૬૨માં જન્મદિવસ પર KGF-2નો એક ખતરનાક લૂક શેર કર્યો

Charotar Sandesh