Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડિઝલે તોડ્યા તમામ રેકોર્ડ : મુંબઇમાં ૯૪ રૂૃપિયાને પાર…

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૮.૧૪ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો…

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવે આજે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારાની બાદ ઈંધણના ભાવ દેશમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૮.૧૪ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૮.૩૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. બીજી તરફ મુંબઈમાં ૯૪.૬૪ રૂપિયા લીટર તો ડીઝલ ૮૫.૩૨ રૂપિયા લીટર પર આવી ગયો છે. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં પેટ્રોલનો ભાવ ૯૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. બીજી તરફ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો છે. એવામાં આવનારા દિવસોમાં તેની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા નથી.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી ધમેન્દ્ર પ્રધાનએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર લાગતા ટેક્સમાં કોઈ ઘટોડો નહીં કરે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર લાગનારા ટેક્સને ઘટાડવાનો હજુ કોઈ પ્રસ્તાવ નથી. તેઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવો કે ઓછો કરવો સરકારની જરૂરિયાતો અને માર્કેટની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર નિર્ભર કરે છે.

Related posts

કેટલાક લોકો RSSને દેશનું પ્રતિક બનાવવા ઇચ્છે છે : સોનિયા ગાંધી

Charotar Sandesh

જરુર પડી તો ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને પણ મારશે : રાજનાથ સિંહ

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૦,૩૪૬ નવા કેસ, ૨૨૨નાં મોત : હાલમાં ૨,૨૮,૦૮૩ એક્ટિવ કેસ…

Charotar Sandesh