સની લિયોની ફિલ્મો સિવાય હાલના દિવસોમાં પોતાના બાળકોને લઈને ખુબ ચર્ચાઓમાં આવતી હોય છે. ફેન્સ તેની નાનામાં નાની એક્ટિવિટી વિશે જાણવા ઈચ્છતા હોય છે. તેની પૃષ્ટિ એકવાર ફરી થઈ જ્યારે સની લિયોનીએ પોપ્યુલરિટી મામલે ઘણા મોટા સ્ટાર્સને પાછળ છોડી દીધા.
સની લિયોનીએ સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ ટોપ સર્ચ સુધી ધૂમ મચાવી છે. આ વર્ષે પણ સની ભારતમાં ગૂગલ સર્ચમાં ઓગષ્ટના પહેલા અઠવાડીયા સુધી સૌથી વધારે સર્ચ કરનારૂ નામ છે. સ્ટાર્સની લિસ્ટમાં પહેલા નંબર પર છે સની. સની લિયોનીએ આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન અને સલમાન સહિત બીજાને પણ પાછળ છોડી દીધા છે.
ગૂગલ ટ્રેન્ડ એનાલિટિક્સ અનુસાર, વધારે લોકો સનીથી જોડાયેલા વીડિયોને ગૂગલ પર સર્ચ કર્યાં છે. ગૂગલ સર્ચમાં ટોપ પોઝિશન આવવાથી સની લિયોનીએ કહ્યું કે, મારી ટીમે મને આ વિશે જણાવ્યું. આ મારા ફેન્સના કારણે થઈ શક્યું છે જે સતત મારી સાથે બનેલા છે. મને ખુબ આનંદ થયો આ બાબતે’.