Charotar Sandesh
ઈન્ડિયા

પ્રતાપગઢમાં બોલેરો-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માતઃ ૧૪ જાનૈયાઓના મોત…

બોલેરોના ડ્રાઇવરને ઝોકુ આવતા ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો…

મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ, લગ્ન પ્રસંગમાં સામેલ થઇને ઘરે પરત ફરતા હતા…

પ્રતાપગઢ : ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લામાં મોડી રાત્રે થયેલા ભિષણ અકસ્માતમાં ૧૪ જાનૈયાઓમાં મોત નિપજ્યાં હતાં. લખનૌ-પ્રયાગરાજ હાઈવે પર ઝડપભેર બોલેરો એક ટ્રકમાં ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ૫ બાળકોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળ પર પહોંચ્યા અને પીડિતોને શક્ય તેટલી તમામ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરા અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ અકસ્માતમાં ૧૪ જાનૈયાઓના મોત થયા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ ડ્રાઇવરને ઝોંકું આવી ગયું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ.
જાનૈયા નવાબગંજ પોલીસ સ્ટેશનની હદના શેખપુર ગામમાં લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત જઈ રહ્યા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા ૧૪ લોકોમાં ૬ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બોલેરોને ગેસ કટરથી કાપીને તમામ ૧૪ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે, આ રેસ્ક્યૂ કાર્ય હાથ ધરવામાં પોલીસ ટીમને લગભગ બે કલાકનો સમય લાગી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં.
આ દુર્ઘટનાનો શિકાર બનેલા ૧૨ જાનૈયા કુંડાના જિગરાપુરા ચૌસા ગામના રહેવાસી છે, જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી મોટી સંખ્યામાં પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મૃતકોમાં બાળકો પણ સામેલ છે. દુર્ઘટનામાં બબ્બૂ, દિનેશ, પવન કુમાર, દયારામ, અમન, રામસમુજ, અંશ, ગૌરવ, નાના ભૈયા, સચિન, હિમાંશુ, મિથિલેશ, અભિમન્યૂ, પારસ નાથ યાદવના મોત થયા છે.

Related posts

આગામી શુક્રવારે રહેશે લાંબામાં લાંબો દિવસ, જાણો કેમ…?

Charotar Sandesh

લોકડાઉન હળવુ કરવુ ઘાતક બન્યુઃ ૩ દિવસમાં ૨૫૦૦૦ કેસો નોંધાયા…

Charotar Sandesh

ભાજપના બહિષ્કાર વચ્ચે ઠાકરે સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ…

Charotar Sandesh