મુંબઇ : બોલિવૂડના તમામ દિગ્ગજ સ્ટાર કોરોના વાયરસના કારણે હાલ સેલ્ફ આઇસોલેશનમાં છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. તેવામાં ઇન્ટરનેશન સ્ટાર તેવી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ પણ હાલ આઇસોલેશનમાં છે. અમેરિકામાં પ્રિયંકા અને નિક એકબીજાના લગ્ન પર ક્વોલિટી ટાઇમ આપી રહ્યા છે. ત્યારે તેમના ફેમિલી પ્લાનિંગની વાતો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
હાલમાં જ પ્રિયંકા ચોપરા અને નિકનો એક રોમાન્ટિક વીડિયો બહાર આવ્યો હતો. જેમાં લાઇવ વીડિયોમાં પ્રિયંકા અને નિક એકબીજાને કિસ કરવા લાગે છે. તે પછી આ આઇસોલેશનના સમયમાં શું તે ફેમિલી પ્લાનિંગનું વિચારી રહ્યા છે કે કેમ? તે ચર્ચાએ જોર પકડ્યું છે. એક છપાયેલી ખબર મુજબ ફેમિલી પ્લાનિંગ મામલે પ્રિયંકા હવે તેમને સ્પષ્ટતા આપી છે.
પ્રિયંકાએ આ અંગ જણાવ્યું છે કે તે હાલ પોતાના વર્ક કમિટમેન્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. જો કે તેમણે એ વાત પણ સ્વીકારી કે ફેમિલી હોવું પણ જરૂરી છે. તેણે કહ્યું કે જ્યારે ભગવાન ઇચ્છશે અને યોગ્ય સમય હશે તો બધી વસ્તુઓ બરાબર રીતે થઇ જશે.