Charotar Sandesh
બોલિવૂડ

પ્રિયંકા ચોપરાએ માતા સાથે યુકેમાં કોરોના પ્રોટોકોલ તોડતા પહોંચી પોલીસ…

લંડન : હાલમાં પ્રિયંકા ચોપરા લંડનમાં છે. અહીંયા બુધવાર, છ જાન્યુઆરીના રોજ પ્રિયંકાએ ેંદ્ભના કોવિડ ૧૯ના નિયમોનો ભંગ કર્યો હતો. હાલમાં ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ઘાતક હોવાથી ૧૫ ફેબ્રુઆરી સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉન હેઠળ સલૂન તથા સ્પા સહિત પર્સનલ કેર સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપરા માતા મધુ ચોપરા સાથે સલૂનમાં જોવા મળી હતી. સૂત્રોના મતે, પોલીસ નોટિંગહિલના લેન્સડાઉન મ્યૂઝ સ્થિત સૂલનમાં સાંજે ૫.૪૦ વાગે આવી હતી. પોલીસે સલૂનના માલિકને મૌખિક રીતે કોવિડ ૧૯ના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી.
પોલીસે સલૂનમાં હાજર કોઈને પણ દંડ ફટકાર્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે લંડનમાં રહે છે. તે લંડનમાં ફિલ્મ ’ટેક્સ્ટ ફોર યુ’ના શૂટિંગ માટે આવી હતી. પોલીસને જ્યારે સલૂન ખુલ્લું હોવાની જાણ થઈ ત્યારે તે આવી હતી અને સૂલનમાં રહેલાં વ્યક્તિઓ સાથે વાત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ચોપરા બહાર નીકળી ગઈ હતી. સલૂનમાં સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જોશ વૂડ પણ હતો. પોલીસે તેને પણ ધમકાવ્યો હતો પરંતુ દંડ કર્યો નહોતો. પ્રિયંકા ચોપરાના સ્પોકપર્સને ચોખવટે કરતાં કહ્યું હતું, ’સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.
પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મના શૂટિંગ માટે હેર કલર કરાવવા આવી હતી. જોશ વૂડ તેને હેર કલરી કરી આપવાનો હતો. સલૂન માત્રને માત્ર પ્રોડક્શન હાઉસ માટે ખોલવામાં આવ્યું હતું. તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને સરકારી નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. સરકારી સલાહ પ્રમાણે, કોવિડ ૧૯ની ગાઈડલાઈન સાથે ફિલ્મ તથા ટીવી પ્રોડક્શન ચાલુ રાખી શકાય છે. પોલીસને જરૂરી દસ્તાવેજો પણ બતાવવામાં આવ્યા હતા.

Related posts

મને નેતાઓની ફેશન સેન્સ પસંદ નથીઃ કંગના રનૌત

Charotar Sandesh

અક્ષય કુમાર સ્ટારર ’ગુડ ન્યૂઝ’નો ફર્સ્ટ લુક રિલીઝ…

Charotar Sandesh

‘ધ કપિલ શર્મા શો’ માંથી કોમેડિયન કપિલ શર્મા બ્રેક લેશે…

Charotar Sandesh