ન્યુ દિલ્હી : રવિવાર સાંજે દંગલ ગર્લ બબીતા ફોગાટ આઠ ફેરા લઇને ભારત કેસરી પહેલવાન વિવેક સુહાગ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. બન્નેએ સાત ફેરાની જગ્યાએ આઠ ફેરા લઇને બેટી બચાઓ બેટી પઢાઓનો સંદેશ આપ્યો હતો.
બલાલી ગામમાં સામાન્ય રીતે પૂર્ણ થયેલા લગ્ન સમારંભમાં પરિવાર સિવાય કેટલાક વિદેશી પહેલવાન પણ હાજર હતા. લગ્ન સમારંભને લઇ બન્નેના પરિવારોમાં છેલ્લા એક અઠવાડિયાથી તૈયારી ચાલી રહી હતી. રવિવાર સાંજે આશરે સાડા સાત વાગ્યે જાન બલાલી પહોચી જ્યા બબીતાના પરિવારના લોકોએ વરરાજા વિવેક અને લગ્નમાં આવેલા મહેમાનો માટે ખાસ હરિયાણવી દેસી ભોજન તૈયાર કરાવ્યુ હતું.
ભોજનની લિસ્ટમાં દેશી ઘીનો હલવો, સરસવનું સાગ, ખીર-ચૂરમા, બાજરાનો રોટલો, ચટણી સહિત તમામ વ્યંજન હતા. લગ્ન વગર દાન-દહેજ અને સાધારણ રીત-રિવાજ અને તમામ હિન્દૂ રિવાજ સાથે સંપન્ન થયા હતા.