લંડન : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લગાવ્યો છે. ઑક્સફૉર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીનને છેલ્લા અમુક દિવસોમાં ડેનમાર્ક, સ્પેન, જર્મની સહિત ઘણા દેશોએ સાઈડ ઈફેક્ટ માટે બેન કરી દીધી છે. ઑક્સફૉર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીનને લઈને જ્યાં એક તરફ દુનિયાભરના ઘણા દેશોએ તેના પર સવાલ ઉઠાવ્યા છે ત્યાં બીજી તરફ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને આ વેક્સીનનો ડોઝ લગાવ્યો છે. જેથી લોકોમાં આ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન માટે ભ્રમ ન ફેલાય. વિશ્વ આરોગ્ય સંગઠન અને યુરોપીય મેડિસિન એજન્સીએ એસ્ટ્રાજેનેકા વેક્સીનને સુરક્ષિત અને પ્રભાવી ગણાવી છે. છેલ્લા અમુક દિવસોમાં ઘણા યુરોપીય દેશોએ બ્લડ ક્લોટિંગની ફરિયાદ માટે આ વેક્સીન પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને એસ્ટ્રાજેનેકા વેક્સીનનો પહેલો ડોઝ શુક્રવારે(૧૯ માર્ચ) લીધો. આની માહિતી પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ખુદ ટિ્વટ કરીને પોતાનો વેક્સીન લેતો ફોટો શેર કર્યો. પીએમ જૉનસને ટિ્વટ કરીને કહ્યુ, ’મે અત્યારે જ ઑક્સફૉર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. એનએચએસ કર્મચારી, વૉલંટિયર્સ અને વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર જેમણે આમ કરવામાં મદદ કરી છે. જે પણ વસ્તુઓને આપણે પોતાની જિંદગીમાં બહુ મિસ કરીએ છીએ તેને ફરીથી જીવવા માટે વેક્સીન લેવી જ બસ એક માત્ર સારી વસ્તુ છે. માટે જાઓ અને વેક્સીન ડોઝ લો.