Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ભાજપા પ્રદેશ અધ્યક્ષનું વિવાદિત નિવેદન, રાજીવ ગાંધીને ‘રાવણ’ કહ્યા

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પ્રચારમાં નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવાનું બંધ નથી થઈ રÌšં. હવે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધન કહ્યા પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ જિરાતી પણ કૂદી પડ્યા છે. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ‘રાવણ’ કહ્યા છે અને  છે કે તેમણે દેશને વેચી નાખ્યો છે. જીતુ જિરાતીના આ નિવેદન સમયે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પણ હાજર હતાં.
જિરાતી ઈન્દોરમાં એક ચૂંટણી સભામાં બોલી રહ્યા હતા. તેમણે  કે, “પ્રિયંકા ગાંધી પીએમ મોદીની સરખામણી દુર્યોધન સાથે કરી રહી છે, પરંતુ તેમના પિતા તો રાવણ હતા, જેમણે દેશ વેચવાનું કામ કર્યું છે.”
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઉત્તરપ્રદેશની એક રેલીમાં જણાવ્યું હતું કે, “તેમના પિતા રાજીવ ગાંધીનું જીવન એક નંબરના ભ્રષ્ટ નેતા તરીકે સમાપ્ત થયું છે.”
પીએમ દ્વારા રાજીવ ગાંધી પર ટિપ્પણી કરાયા પછી પ્રિયંકા ગાંધીએ હરિયાણાની એક રેલીમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને  હતું કે, “પીએમ મોદી દુર્યોધનની જેમ અભિમાની થઈ ગયા છે. ભગવાન કૃષ્ણ જ્યારે દુર્યોધનને સમજાવા ગયા હતા તો તેમને બંદી બનાવાનો પ્રયાસ કર્યો હતો અને પછી શું થયું હતું એ સૌ જાણે છે.”

Related posts

વેક્સીનના રો મટિરિયલની સાથે ભારતે અમેરિકા પાસે બીજી સાત વસ્તુઓ પણ માંગી…

Charotar Sandesh

અમરનાથ યાત્રા રદ નહીં થાય : ૨૩ જૂને શરૂ થશે…

Charotar Sandesh

મોદીએ કદી ટ્રમ્પને કાશ્મીર પ્રશ્ને મધ્યસ્થતા કરવા નથી કહ્યું : વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા…

Charotar Sandesh