Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપા મોદી-શાહનો જાદુ ઓસર્યો : કોંગ્રેસમુકત ભારતનું સૂરસુરિયું…

૭૧ ટકામાંથી ૪૦ ટકા સુધી પહોંચી દેશમાં ભાજપની સત્તા : ડીસેમ્બર ૨૦૧૭ સુધી દેશના ૭૧ ટકા હિસ્સામાં હતી ભાજપની સરકારો : પંજાબ-રાજસ્થાન-મધ્ય પ્રદેશ-છત્તીસગઢ બાદ મહારાષ્ટ્રમાંથી પણ ગઇ સત્તા…

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીને ૨૦૧૪માં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા પછી ભાજપાનો ઝડપભેર વિસ્તાર થયો. ભાજપાઓ ૨૦૧૪માં કેન્દ્રમાં સરકાર બનાવી અને પછી કેટલાય રાજયોમાં પણ ભાજપાની સરકાર બની. ૨૦૧૭ સુધીમાં ભારતના ૭૧ ટકા ભાગમાં ભાજપા છવાઇ ગઇ. વડાપ્રધાન મોદીના જાદુ અને ભાજપા અધ્યક્ષ અમિત શાહની રાજકીય રણનીતિનું આ પરિણામ હતું. ડીસેમ્બર ૨૦૧૭ પછી ભાજપાનો સંકોચાવાનો દોર ચાલુ થયો અને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ભાજપા ૭૧ ટકાથી ઘટીને ૪૦ ટકા પર આવી ગઇ.

ઇન્ડીયા ટુડેની ડેટા ઇન્ટેલીજન્સ યુનિટ (ડીઆઇયુ)ના રિપોર્ટ અનુસાર હવે ભાજપાની સત્તા સંકોચાઇને દેશના ૪૦ ટકા વિસ્તારમાં રહી ગઇ છે. ડીઆઇયુના રિપોર્ટથી એક વાત તો સ્પષ્ટ છે કે વર્ષ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૯માં વડાપ્રધાન મોદી અને અમિત શાહનો જાદુ ઘટયો છે. લોકસભા ચુંટણીમાં ભાજપાને ભલે આગલી ચુંટણી કરતા વધારે બેઠકો મળી હોય અને તેણે ૩૦૩ બેઠકો જીતીને કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર બનાવી હોય પણ અત્યારની ઘણા રાજયોની વિધાનસભાની ચુંટણીમાં ભાજપાને હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં તેની હાર થઇ હતી. હવે મહારાષ્ટ્રમાં પણ તેણે સતાથી હાથ ધોવા પડ્યા છે. શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપવું પડયું. આમ મહારાષ્ટ્રમાં ફડણવીસની બીજીવારની સરકાર ફકત ૪ દિવસ ચાલી અને ૮૦ કલાકમાં તેણે રાજીનામુ આપવું પડયું.

Related posts

કેન્દ્ર સરકારે બાયોટેક-સીરમને કોરોનાના રસીના વધુ ૭ કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો…

Charotar Sandesh

સર્વે સંતુ નિરામયા : આજથી કોરોના વાયરસ પર વાર… રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થશે…

Charotar Sandesh

પ્રિયંકા પર મને ગર્વ, પોલીસના વ્યવહારથી પરેશાન : રોબર્ટ વાડ્રા

Charotar Sandesh