Charotar Sandesh
ઈન્ડિયા

ભારતે માલદીવ સાથે પાંચ કરોડ ડોલરના સંરક્ષણ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા…

પાંચ કરોડની ડિફેન્સ લોન આપશે ભારત…

ન્યુ દિલ્હી : ભારતે માલદીવ સાથે પાંચ કરોડ ડોલરના સંરક્ષણ લોન કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, જે આ ટાપુ રાષ્ટ્રમાં શિપિંગ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ સુવિધાઓને વેગ આપશે.
ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત હંમેશા માલદીવનો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહેશે. ભારતે માલદીવ સાથે પાંચ કરોડ ડોલરના સંરક્ષણ લોન કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે જે આ ટાપુ રાષ્ટ્રમાં શિપિંગ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ સુવિધાઓને વેગ આપશે.
બે દિવસીય મુલાકાતે માલદીવ ગયેલા વિદેશ મંત્રી જયશંકરે માલદીવના સંરક્ષણ પ્રધાન મારિયા દીદીને મળ્યા હતા. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, સંરક્ષણ પ્રધાન મારિયા દીદી સાથે સંયોજનપૂર્ણ મુલાકાત થઈ હતી. અમારા સંરક્ષણ સહયોગ પર ઉપયોગી આદાનપ્રદાન થયું. ભારત હંમેશા માલદીવનો વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહેશે. ”
તેમણે કહ્યું, ’સંરક્ષણ પ્રધાન મારિયા દિદી સાથે યુટીએફ હાર્બર પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કરવામાં ખુશીની વાત છે. આ માલદીવની કોસ્ટગાર્ડ ક્ષમતાને વધારશે અને પ્રાદેશિક એચએડીઆર પ્રોજેક્ટને મદદ કરશે. વિકાસમાં ભાગીદારો, સુરક્ષામાં ભાગીદારી પણ વધશે. ”
મહત્વનું છે કે માલદીવએ હિંદ મહાસાગરમાં ભારતનું પાડોશી દેશ છે અને ચીનના દેવા હેઠળ દબાયેલું છે, પરંતુ ભારતની લોકતાંત્રિક સરકારનું સમર્થન કરતા પ્રમુખ સત્તામાં આવ્યા પછી હવે ફરીથી ભારત સાથે માલદીવના સંબંધો સુધરી રહ્યા છે.

Related posts

તમિલનાડુમા નકલી કોરોના રસી બાદ પરિવાર બેભાન, પરિણામે ઘરમાં લૂંટ…

Charotar Sandesh

અત્યાર સુધી ભારતની ૭૦ ટકા વસ્તી એક વર્ષમાં ફૂલી વેક્સિનેટેડ થઈ

Charotar Sandesh

બળવાખોર ધારાસભ્યો ક્યાં સુધી ગુવાહાટીમાં સંતાઈને રહેશે : શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન

Charotar Sandesh