મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત કોઈપણ ટોપિક પર બેબાક રીતે બોલવા માટે જાણીતી છે. સામાજિક મુદ્દા પર તેની રાય રાખતી અભિનેત્રી કંગના આજે પોતાનો ૩૩મો જન્મદિવસ ઉજવી રહી છે. આવનારા સમયમાં કંગના ધાકડ અને થલાઈવી ફિલ્મમાં જોવા મળશે. પરંતુ હાલમાં એક્ટિંગ સિવાય તેની રાજનીતિમાં આવવાની ચર્ચા ખુબ થઈ રહી છે.
કંગનાએ કહ્યું હતું કે, મને લાગે છે કે નેશનાલિસ્ટ હોવામાં અને ફંડામેંટાલિસ્ટ હોવામાં ઘણો ફરક છે. હું ધર્મમાં નથી માનતી. મારે દેશ છે તે જ હું છું. તમને તમારા દેશ પર કેમ શરમ આવે છે? જો અમેરિકા પોતાના દેશના નેશનલ એન્થમમાં એકસાથે ઉભો થતો હોય તો આપણે કેમ નહીં?
કંગનાએ આગળ વાત કરી હતી કે, આજકાલ લોકો એવું સમજે છે કે, દેશ વિશે ખરાબ બોલવું એ કુલ બાબત છે. યુવાપેઢી હંમેશા ફરિયાદ કરતી રહે છે. આ એટિટ્યુડ સાચો નથી. દેશ ગંદો છે તો શું તમે મહેમાન છો? સાફ કરો. જ્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારુ છે ત્યાં જાઓ, ઈમિગ્રેશનની થપ્પડ પડશે તો ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, કંગના પીએમ મોદીને એક વખત મળી પણ ચૂકી છે. કંગના વાત કરે છે કે, મને લાગે છે રાજનીતિ એક સારું ફીલ્ડ છે. એને હંમેશા ખરાબ માનવામાં આવે છે. મને બસ નેતાઓની ફેશન સેન્સ પસંદ નથી આવતી. જો એ મારી ફેશન સેન્સ બદલે નહીં તો મને રાજનીતિમાં આવવામાં કોઈ જ વાંધો નથી.