Charotar Sandesh
બોલિવૂડ

મને ફાર્મ લાઇફ ગમે છે માટે સ્ટારડમ પણ છોડી શકુ છું : પ્રિયંકા ચોપડા

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને છ મહિના થઈ ચૂક્યા છે. લગ્નજીવનનાં આટલા સમયગાળામાં પ્રિયંકા અને નિક સાથે જોડાયેલા ઘણા સમાચાર સામે આવ્યા. તેમના લગ્નને લઈને પણ સવાલો ઊભા થયા હતા જો કે આ તમામ વાતોને અફવા સાબિત કરી કપલ મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યું છે. આ વચ્ચે નિકે પ્રિયંકા ચોપરાના ફ્યૂચર પ્લાનિંગને લઈને એવી વાત કરી છે જે વિશે જાણીને તેના ફેન્સના દિલ તૂટી શકે છે.

પ્રિયંકાના ફ્યૂચર પ્લાનિંગ અંગે ખુલાસો કરતાં નિક જોનસે કહ્યું કે, ‘મને ફાર્મ લાઈફ ગમે છે. આ માટે સ્ટારડમ પણ છોડી શકું છું. પ્રિયંકા સાથે લગ્ન કર્યા બાદ પણ ખેતી કરવાનો વિચાર છોડ્યો નથી. લગ્ન બાદ જ્યારે મેં આ વિશે પ્રિયંકાને જાણ કરી તો તેને પણ મારો આઈડિયા પસંદ આવ્યો હતો’.

પ્રિયંકા વિશે વાત કરતાં નિકે કહ્યું કે, ‘ફાર્મલેન્ડ તરફ આગળ વધ્યા બાદ મારી ઉપરાંત પ્રિયંકાની લાઈફમાં પણ મોટો ફેરફાર આવશે. પ્રિયંકા માટે આ સરળ નહીં હોય. આમ કર્યા બાદ તેના જીવનમાં ઘણા ફેરફાર આવશે. પ્રિયંકા એક સફળ એક્ટ્રેસ છે અને લોકો તેને પસંદ કરે છે. હું નસીબદાર છું કે લાઈફ પાર્ટનર તરીકે મને પ્રિયંકા ચોપરા મળી’.

Related posts

નેહા કક્કરે ઉત્તરાખંડ પૂર પીડિત શ્રમિક પરિવારને ૩ લાખ આપવાની જાહેરાત કરી…

Charotar Sandesh

૧૮૦ કિલો વજન ઉપાડીને જીમમાં સૌથી અલગ જ કસરત કરે છે ટાઇગર શ્રોફ

Charotar Sandesh

વરુણ ધવન અને સારા અલી ખાનની કુલી નં.૧ ફિલ્મને મળી સૌથી ઓછી આઈએમડીબી રેટિંગ…

Charotar Sandesh