બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વેસાક વૈશ્વિક સમારંભને વડાપ્રધાને સંબોધિત કર્યું…
ભારત એવા દેશોમાં સામેલ છે જે પેરિસ એક્ટના નિયમો પૂરા કરવા પ્રયત્ન કરી રહ્યું છે…
ન્યુ દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વેસાક વૈશ્વિક સમારંભને વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યો. કોરોનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાના કારણે આખી દુનિયા સંકટમાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. કોરોના સંકટ કાળમાં મેડિકલ સ્ટાફે જીવ દાવ પર લગાવીને સેવા કરી. પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ આ દરમિયાન પોતાનાઓને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. કોરોનાએ આખી દુનિયાને બદલીને રાખી દીધી છે.
તેમણે કહ્યું કે, આ લડાઈને આપણે સાથે મળીને જીતવાની છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણી પાસે મહામારી સામે લડવાની સારી સમજ છે. આપણે આના પર કાબૂ મેળવવાનો પુરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સંકટના સમયે આપણા ડૉક્ટર્સ, ફ્રન્ટલાઇ વર્કર્સે પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકો પર પણ ગર્વ છે, જેમણે એક વર્ષથી પણ ઓછા સમયમાં વેક્સિન બનાવી, જેનાથી આપણે લોકોનો જીવ બચાવવામાં સફળ થઈ શક્યા.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં બુદ્ધના આદર્શો પર ચાલવું જરૂરી છે. કોરોનાની વિરુદ્ધ યુદ્ધમાં આપણને બૌદ્ધ સંસ્થાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આયોજન ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના સહયોગથી કરે છે. આમાં દુનિયાભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખ સામેલ થાય છે. પીએમઓ પ્રમાણે આ સમારંભને ૫૦થી વધારે પ્રમુખ બોદ્ધ ધાર્મિક નેતા સંબોધિત કરશે. વેસાક-બુદ્ધ પૂર્ણિમાનને ગૌતમ બુદ્ધના જન્મ, બુદ્ધત્વની પ્રાપ્તિ અને મહા પરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધ ધર્મ મનાવનારા લોકો માટે સૌથી મોટો પર્વ છે. આ ધર્મને માનનારા મોટાભાગના લોકો ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, કમ્બોડિયા, શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને ભારતમાં રહે છે. તેઓ આ દિવસે બોધિ વૃક્ષની પૂજા કરે છે. શ્રીલંકામાં આ દિવસને વેસાકના નામથી મનાવે છે.